• લાયન્સ ક્લબ ઓફ લંડન કિંગ્સબરી એન્ડ કેન્ટન દ્વારા ‘ફૂડ ફોર લાઈફ ગ્લોબલ’ અને ‘માઈન્ડ ફોર બેટર મેન્ટલ હેલ્થ’ના લાભાર્થે ક્રિસમસ ઈવ – ડિનર એન્ડ ડાન્સનું તા.૨૪.૧૨.૧૯ને મંગળવારે સાંજે ૬.૩૦ વાગે બ્લૂરૂમ ગાર્ડન્સ, 220 હેડસ્ટોન લેન, હેરો HA2 6LY ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. દિનેશ શોનછત્રા 07956 810 647
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતેના ડિસેમ્બર ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૨૧ શનિવાર સાંજે ૫.૩૦થી ૭ ઈસ્કોનના ભક્તો દ્વારા ભજન - તા.૨૧ શનિવાર સાંજે ૬.૩૦થી ૮.૩૦ શ્રી ઠાકુર અનુકુલચંદ્ર સત્સંગ – તા.૨૨ સાંજે ૫.૩૦થી ૭ સત્સંગ - માતાકી ચૌકી. સંપર્ક. 020 8553 5471
• પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૨૨.૧૨.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર મહેન્દ્રભાઈ રાઠોડ અને પરિવાર છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310
• શ્રી સનાતન ધર્મ, દુર્ગા મંદિર, 3 – 9, નોર્મન રોડ, ઈલ્ફર્ડ IG1 2NH ખાતે દર રવિવારે સાંજે ૬થી ૮ માતા કી ચૌકી, મહિનાના ત્રીજા મંગળવારે સવારે ૧૧થી ૧ સુંદર કાંડનો પાઠ, મહિનાના ત્રીજા ગુરુવારે સાંજે ૭થી ૮ શ્રી સત્ય સાંઈબાબાના ભજનો, દર મહિનાની પૂનમે સાંજે ૬થી ૭.૩૦ સત્યારાયણની કથા, દર ગુરુવારે સાંજે ૭થી ૮ ભાગવત ગીતાના ક્લાસ અને દર બુધવારે સવારે ૧૦થી ૧૧ તથા શુક્રવારે સવારે ૧૦થી ૧૧.૩૦ યોગ ક્લાસીસ ચાલે છે. સંપર્ક. 020 8514 4781
