ચોપરા ગ્લોબલ આઇકોન છે. તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો રસ્તો સ્વંય કર્યો છે. એક મોડલ તરીકે પ્રિયંકાએ કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૮ વરસની વયમાં જ તેણે બોલિવૂડમાં ડગ માંડ્યા હતા. એ દિવસો તેના માટે સુખદ નહોતા.
પ્રિયંકા એ દિવસો વિશે કહે છે કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મેં કારકિર્દી શરૂ કરી ત્યારે ન તો હું કોઇને જાણતી હતી, ન મને કોઇ ઓળખતા હતા. દિગ્દર્શકો મારા પર બૂમબરાડા પાડી મને ધમકાવતા હતા. ઘણી વખત તો મને ફિલ્મોમાંથી હાંકી કાઢવામાં આવી હતી. પરંતુ મને મારા પિતાએ હિંમત અને ઉત્સાહ વધાર્યો હતો. તેમણે મને ‘વધુ સાંભળો અને ઓછું બોલો’ની શિખામણ આપી હતી. કેટલીક ઘટનાઓએ મારો આત્મવિશ્વાસ વધાર્યો હતો. નિષ્ફળતા બાદ સફળ કઇ રીતે થવું એ મેં શીખ્યું. તેવું પ્રિયંકાએ પોતાનો ભૂતકાળ વાગોળ્યો હતો.
પ્રિયંકા અને તેનો પતિ નિક જોનાસ લોસ આન્જેલસમાં પોતીકું ઘર લેવાના શમણાં સેવે છે. બોલિવૂડ અને હોલિવૂડમાં જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા વિદેશી ગાયકને પરણીને જીવનનો અઢળક આનંદ અને લકઝરિયસ લાઇફ જીવી રહી છે.

