ઘર લૌટ કે આયે નીતુ - રિશિ કપૂર

Wednesday 18th September 2019 07:07 EDT
 
 

રિશી કપૂર અને નીતુ કપૂર છેવટે ન્યૂ યોર્કથી પોાતના ઘરે મુંબઈ પાછા ફર્યા છે. રિશી કપૂર કેન્સરની સારવાર માટે છેલ્લા ૧૧ મહિનાઓથી ત્યાં હતાં. તેમને મળવા બોલિવૂડમાંથી ઘણી સેલિબ્રિટીઝ ન્યૂ યોર્ક જતી હતી. ઘરે પાછા ફરવાની ખુશી તેમનાં ચહેરા પર સ્પષ્ટ છલકાઈ રહી છે. ઘરે પાછા ફરવાની માહિતી આપતાં ટ્વિટર પર રિશી કપૂરે ટ્વિટ કર્યું હતું કે, ૧૧ મહિના, ૧૧ દિવસો બાદ અમે ઘરે પાછા આવ્યા છીએ... થેન્ક યુ ઓલ. નીતુ કપૂરે બલૂનનો ફોટો શેર કર્યો છે. એનાં પર લખ્યું છે. વેલકમ હોમ ડેડ. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને નીતુ કપૂરે કેપ્શન આપી હતી કે, આ સિમ્પલ બલૂનમાં અપાર ઉમળકો, પ્રેમ અને પોતાનાપણું છલકાઈ રહ્યું છે.


comments powered by Disqus