રવિવાર તા.૨૫ ઓગષ્ટ ૨૦૧૯ની ઢળતી સંધ્યાએ જામનગરની સેંટ ઝેવિયર્સ અને સેંટ એન્સ સ્કુલમાં ભણી ગયેલા (૧૯૭૨ થી ૧૯૯૭ દરમિયાન અભ્યાસ પૂર્ણ કરી ચાલ્યા ગયેલા) વિધાર્થીઓનો મિલન સમારંભ વોટફર્ડના ધ લેંગ્લી હોલમાં રાખવામાં આવ્યો હતો જેમાં લંડન, લેસ્ટર, માંચેસ્ટર સ્થાયી થયેલા ૨૦૦ જેટલા વિધાર્થીઓએ સપરિવાર હાજર રહી પોતાની શાળા જીવનની યાદો તાજી કરી એ સાંજને યાદગાર બનાવી દીધી હતી. ૨૦૧૧ થી દર બે વર્ષે આવું સંમેલન યોજી સંબંધો તરો તાજા રાખતા આ ‘ચડ્ડી મિત્રો’ ને એકત્ર કરવાના કામનું નેતૃત્વ શ્રી જય દોશી, શ્રી વરૂણ ધ્યાની સહિત અનેક મિત્રોએ સંભાળ્યું હતું. આ પ્રસંગે ‘ગુજરાત સમાચાર’ને પણ સવિશેષ આમંત્રણ પાઠવી સ્નેહ સંમેલનના ભાગીદાર બનાવ્યા હતા.
આવું મિલન યોજવા બદલ અને એને સફળ બનાવવા માટે સૌ કોઇને અભિનંદન!