રિતેશ દેશમુખ, ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ ‘બાગી-૩’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. નિર્માતા સાજિદ નડિયાદવાલાની ફિલ્મ ‘બાગી’ સિરીઝની આ ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મને ફોક્સ સ્ટાર સ્ટુડિયો કો-પ્રોડ્યુસ કરી રહ્યું છે. ‘બાગી-૩’ ફિલ્મમાં ટાઇગર શ્રોફ સાથે રિતેશ દેશમુખ અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં દેખાશે. રિતેશ દેશમુખ ફિલ્મમાં ટાઇગર શ્રોફના મોટા ભાઈના રોલમાં જોવા મળશે અને તે ફિલ્મનો વિલન પણ છે. ‘બાગી’ સિરીઝની પહેલી ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને ટાઇગર શ્રોફ લીડ રોલમાં હતાં.