પતિએ પત્નીને પ્રેમીના ખભે બેસાડી ગામમાં ફેરવી!

Wednesday 18th September 2019 06:38 EDT
 

દાહોદ: દાહોદના સંજેલી તાલુકાના મોલી ગામમાં રહેતાં પરણિત પ્રેમીપંખીડા ૨૦૧૮ની દિવાળી સમયે ભાગી ગયા હતાં. યુવકને બે દીકરા અને યુવતીને ત્રણ દીકરી હતી ત્યારે આ બન્ને પાંચેય બાળકોને પણ પોતાની સાથે લઈ ગયા હતા. શોધખોળ છતાં બન્નેનો કોઈ જ પત્તો મળતો ન હતો. આ બન્ને મળી આવતાં ગામલોકોએ પ્રેમિકાને પ્રેમીના ખભે બેસાડી ગામમાં ફેરવ્યા હતા.જોકે, થોડા દિવસ પહેલાં યુવતીના પતિને ભાળ મળી જતાં બન્નેને પકડીને મોલી લાવવામાં આવ્યા હતા. ૧૧મી તારીખના રોજ યુવતીના પતિએ ગામના લોકોને ભેગા કરીને તેને પ્રેમીના ખભે બેસાડીને આખા ગામમાં ફેરવી હતી. ખભે બેસાડીને ફેરવતી વખતે યુવતીની છેડતી પણ કરવામાં આવી હતી અને બન્નેને માર પણ મારવામાં આવ્યો હતો. આ વીડિયો ૧૬મી તારીખે સોમવારના રોજ વાયરલ થતાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ મોલી ગામમાં ધસી ગઈ હતી પરંતુ પ્રેમી, પંખીડાનો કોઈ જ પત્તો મળ્યો ન હતો.


    comments powered by Disqus