• શ્રી જલારામ મંદિર ગ્રીનફર્ડ અને ચિન્મય મિશન યુકે દ્વારા સ્વામી સ્વરૂપાનંદના ‘લવ એટ ઈટ્સ હાઈએસ્ટ’ વિષય પર પ્રવચનનું તા.૨૦.૯.૧૯ને શુક્રવારે સાંજે ૮ વાગે શ્રી જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર ગ્રીનફર્ડ, ૩૯-૪૫, ઓલ્ડફીલ્ડ લેન સાઉથ, ગ્રીનફર્ડ UB6 9LB ખાતે આયોજન કરાયું છે. પ્રવચન બાદ ભોજનપ્રસાદીની વ્યવસ્થા છે. સંપર્ક. કીશન 07783 591 846
• એશિયન ફ્યુનરલ ડિરેક્ટર્સ દ્વારા ૧૪મી વાર્ષિક હિંદુ સર્વિસ ઓફ રિમેમ્બ્રન્સ અંતર્ગત સ્વર્ગસ્થ સ્વજનોની સ્મૃતિમાં શ્રી જલારામ કીર્તન મંડળના ભજનો અને કીર્તનોનું તા.૨૨.૯.૧૯ને રવિવારે બપોરે ૨.૩૦ વાગે આલ્પર્ટન કોમ્યુનિટી સ્કૂલ, સ્ટેનલી એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA0 4JE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. અશ્વિન ગલોરિયા 020 8900 9252
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતેના સપ્ટેમ્બર ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૨૧ને શનિવાર સાંજે ૬.૩૦થી ૮.૩૦ શ્રી ઠાકુર અનુકુલચંદ્રનો સત્સંગ - તા.૨૨ને રવિવાર સાંજે ૬.૩૦થી ૮ ‘સત્સંગ’. સંપર્ક. 020 8553 5471
• ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા.૨૨.૯.૧૯ને રવિવારે સાંજે ૭.૩૦થી ૧૦ પૂ. સાધ્વી જયશ્રીદાસ માતાજી દ્વારા ભજનનું આયોજન કરાયું છે. સંપર્ક. 01772 253 901
• પૂ. રામબાપાના સાનિધ્યમાંરવિવાર તા ૨૨.૯.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું માંધાતા યુથ કોમ્યુનિટી સેન્ટર, ૨૦ એ રોઝમેડ એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA9 7EE ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર મહેશભાઈ અને ગીતાબેન પટેલ છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતેના કાર્યક્રમો - શનિવાર તા.૨૧.૯.૧૯બપોરનીઆરતી બાદ હનુમાન ચાલીસા - રવિવાર તા.૨૨.૯.૧૯ બપોરે ૩થી ૫ ભજન, બાદમાં આરતી અને મહાપ્રસાદ - શનિવાર તા.૨૮.૯.૧૯ બપોરે ૨ વાગે અમાવસ્યા - સર્વ પિતૃ સમૂહ પૂજા. સંપર્ક. 07882 253 540
• ગાંધી ફાઉન્ડેશન અને બ્રહ્મા કુમારીઝ (યુકે) દ્વારા તા.૨૭.૯.૨૦૧૯ને શુક્રવારે સવારે ૧૦થી બપોરે ૪.૩૦ દરમિયાન ‘ગાંધીયન વોઈસ ઈન અવર વર્લ્ડ ટુડે’ વિષય પર પરિસંવાદનું બ્ર્હમાકુમારીઝ (યુકે), ગ્લોબલ કો-ઓપરેશન હાઉસ, ૬૫-૬૯, પાઉન્ડ લેન, વિલ્સડન ગ્રીન, લંડન NW10 2HHખાતે આયોજન કરાયું છે. :https://www.eventbrite.co.uk/e/gandhian-voice-in-our-world-today-tickets-69019076917 લીંક પર રજિસ્ટ્રેશન કરાવી શકાશે.
• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના સપ્ટેમ્બર – ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૨૩ થી ૨૯ સવારે ૧૧થી સાંજે ૭ સધર્ન ઓડિસી એક્ઝિબિશન – તા.૨૭ સાંજે ૭ ઉત્તરાણ – ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીત. સંપર્ક. 020 7381 3086
• નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના સપ્ટેમ્બર -૨૦૧૯ના કાર્યક્રમો - તા.૨૩થી ૨૭ સાંજે ૬.૧૫ ટેક્સટાઈલ એક્ઝિબિશન – તા.૨૫ સાંજે ૬.૩૦ ટ્રાન્સફોર્મેશનલ લીડરશીપ ઓફ મહાત્મા ગાંધી વિષય પર પ્રવચન - તા.૨૬ સાંજે ૬.૩૦ સેલિબ્રેટિંગ ભારત રત્ન ડો. ભૂપેન હઝારિકા સંપર્ક. 020 7491 3567
• SMVS દ્વારા દિવ્યાંજલિ સભા
સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS) દ્વારા પૂ.નિર્લેપસ્વામીની ઉપસ્થિતિમાં દિવ્યાંજલિ સભાનું તા.૨૧.૯.૧૯ને શનિવારે સાંજે ૬.૩૦ વાગે એસએમવીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર (યુકે), ક્રોફ્ટ હોલ, કિંગ્સબરી હાઈ સ્કૂલ, સ્ટેગ લેન, કિંગ્સબરી NW9 9AT ખાતે આયોજન કરાયું છે. સાંજે ૫.૩૦થી ૬.૫૦ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 07430 712 345
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર દ્વારા આર્થિક સહાય માટે અપીલ
VHP ટેમ્પલ ઈલ્ફર્ડ ખાતે VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર દ્વારા કેટલાક પ્રોજેક્ટ ચાલે છે. આ પ્રોજેક્ટ માટે સંસ્થાને આર્થિક સહાયની જરૂર છે. આપ કોઈપણ પ્રોજેક્ટમાં સહભાગી થવા અને દાન આપવા ઈચ્છતા હો તો અમારો સંપર્ક કરશો. સંપર્ક. 020 8553 5471