સલમાન ખાન સાથેનો સંબંધ સહજઃ કેટરિના કૈફ

Wednesday 18th September 2019 07:11 EDT
 
 

કેટરિના કૈફ અને સલમાન ખાનની દોસ્તી જાણીતી છે. તેમના સંબંધો હંમેશા ચર્ચામાં રહ્યા છે. કેટરિના હવે સલમાન સાથેના પોતાના સંબંધ પર સ્પષ્ટ રીતે જાહેરમાં બોલે છે. સલમાનની બહેનો અર્પિતા અને અલવીરા સાથે પણ કેટરિનાની પાક્કી મિત્રતા છે.
એક ઈવેન્ટ દરમિયાન કેટરિનાએ સલમાન સાથેના સંબંધ વિશે કહ્યું હતું કે મારા અને સલમાન વચ્ચે સહજ સંબંધ છે. જે ગાઢ દોસ્તીનો સંબંધ છે. મારા જીવનમાં સલમાનની મિત્રતા મહત્ત્વની છે. સલમાન એક ભરોસાપાત્ર વ્યક્તિ છે. તેણે મારા સારા-માઠા દિવસોમાં મને સાથ આપ્યો છે. તેમજ મારી પડખે રહ્યો છે. એક મિત્ર તરીકે તેણે મારી પીઠ પણ થાબડી છે.
મારી જિંદગીમાં એવા દિવસો પણ આવ્યા જ્યારે હું માનસિક તાણનો ભોગ બની હતી. ત્યારે પણ મને સલમાને તેમાંથી ઉગારી હતી. ફરી અમે પાછા જ્યાં હતા ત્યાં સાથે આવી ગયા હતા.
કેટરિના સલમાનની એક એવી મિત્ર છે જેને રોકટોક વિના તેના ઘરમાં જવાની પરવાનગી છે. રણબીર કપૂરના પ્રેમમાં પડ્યા બાદ કેટરિના સલમાનથી છ-સાત વર્ષ દૂર થઈ ગઈ હતી, પરંતુ રણબીરથી છૂટી પડ્યા બાદ ફરી સાથે થઈ ગઈ છે.


comments powered by Disqus