#MeToo નાના પાટેકરને ક્લીન ચિટ

Wednesday 19th June 2019 06:56 EDT
 
 

અભિનેત્રી ગયા વર્ષે તનુશ્રી દત્તાએ નાના પાટેકર સામે પૂર્વ ફિલ્મમાં શૂટિંગ દરમિયાન કથિત છેડછાડનો આરોપ મૂકીને નાના સામે કાયદેસર કાર્યવાહી આદરી હતી. આ કેસિસમાં નાનાને મોટી રાહત મળી છે. મુંબઈ પોલીસે અંધેરી કોર્ટમાં કેસ બી સમરી ફાઈલ કરી છે. બી સમરીનો અર્થ કે આરોપી સામે કોઈ પુરાવા મળ્યા નથી. કોઈ પુરાવા વગર તપાસ આગળ વધી ન શકતી હોવાથી કેસિસ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. તનુશ્રી દત્તાએ ગયા વર્ષે નાના પાટેકર વિરુદ્ધ મુંબઈમાં ઓશિવારા પોલીસ સ્ટેશનમાં યૌનશોષણના આરોપમાં કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ લાંબા સમય સુધી #MeToo અભિયાન ચાલ્યું હતું. ફિલ્મ ટેલિવિઝન સહિત અનેક ક્ષેત્રે કેટલીક હસ્તીઓ પર છેડછાડ અને યૌનશોષણના આરોપ લાગ્યા હતા.
નાના પાટેકર પર તનુશ્રી દત્તાએ આરોપ લગાવ્યા ત્યારે નાના પાટેકરે સ્પષ્ટ કર્યું હતું કે તે તનુશ્રી પર કાયદેસર એક્શન લેશે. હવે તનુશ્રીએ નાના પર કરેલા કાયદેસર કેસ બંધ થયા પછી નાનાનું શું રિએક્શન હશે તે સમય જ બતાવશે!


comments powered by Disqus