ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં થનારા ફિલ્મ ફેસ્ટિવલમાં કિંગ ખાન શાહરુખ ખાનને ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેવાનું આમંત્રણ મળ્યું છે. આ ફેસ્ટિવલની શરૂઆત ૮મી ઓગસ્ટથી થવાની છે. આ ફેસ્ટિવલની થીમ સાહસ રખાઈ છે. ફેસ્ટિવલ વિશે શાહરુખ ખાને કહ્યું કે, આપણી વિશાળ અને વિવિધતાવાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જશ્ન જોશ અને સાથે મનાવવા માટેનું આમંત્રણ સમજું છું. હું આ ફેસ્ટિવલની થીમ સાહસથી ખૂબ ખુશ થયો છું.

