સરાઈકેલાઃ અહીંના તિરુલડીહ પોલીસ ચોકી વિસ્તારમાં ૧૪મી જૂને સાંજે નકસલીઓએ કરેલા હુમલામાં પાંચ પોલીસ જવાનો શહીદ થયા હતા. નકસલીઓ હુમલા પછી પોલીસના શસ્ત્રો પર લૂંટી ગયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છ પોલીસ કર્મચારીઓ કુકડુ ગામમાં કોઈ કામથી ગયા હતા. ત્યાર બાદ સાપ્તાહિક બજારમાં પહોંચીને તેઓએ ખરીદી પણ કરી હતી. એટલામાં છ બાઈક પર શસ્ત્રો સાથે પહોંચેલા નકસલીઓએ પોલીસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
