બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પદુકોણ ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ '૮૩'ના શૂટિંગ માટે તાજેતરમાં લંડનમાં હતી. ફિલ્મમાં દીપિકા ક્રિકેટર કપિલ દેવની પત્ની રોમીના રોલમાં છે. ચર્ચા છે કે દીપિકાને આ ફિલ્મ માટે રૂ. ૧૪ કરોડ મળ્યા છે.
નાનકડાં રોલ માટે મોટી રકમ
બોલિવૂડમાં ચર્ચા છે કે દીપિકાનો ફિલ્મમાં રોલ ઘણો નાનો છે. કારણ કે ફિલ્મની વાર્તા કપિલ દેવ તથા તેની ટીમે વર્લ્ડ કપ જીત્યો તેના પર આધારિત છે. કહેવાય છે કે દીપિકાએ પહેલાં આ ફિલ્મ કરવા માટે ઈનકાર કર્યો હતો કારણ કે તેના ભાગે વધુ કામ નહોતું અને તેની ભૂમિકા પણ વધુ મહત્ત્વની નથી. જોકે તેના પતિ રણવીર સિંહે તેને મનાવતાં તે કામ કરવા તૈયાર થઈ હોવાનું માનવામાં આવે છે. આ ફિલ્મની અધધધ ફી લેવા સાથે દીપિકા બોલિવૂડની સૌથી વધુ ફી લેનાર એક્ટ્રેસ પણ બની ગઈ છે. અગાઉ ‘પદ્માવત’ માટે દીપિકાને રૂ. ૧૨ કરોડ મળ્યાં હતાં. દીપિકા બાદ કંગના રણૌત બોલિવૂડમાં સૌથી વધુ ફી લેતી અભિનેત્રી મનાય છે. ‘મણિકર્ણિકા’ માટે કંગનાએ રૂ. ૧૦થી ૧૨ કરોડ લીધા હોવાનું કહેવાય છે.

