સરે ગુજરાતી હિંદુ સોસાયટી દ્વારા ચેરિટી ઈવેન્ટ યોજાયો

Wednesday 19th June 2019 06:27 EDT
 
 

સરે ગુજરાતી હિંદુ સોસાયટી દ્વારા ગ્રેટ ઓર્મોન્ડ સ્ટ્રીટ હોસ્પિટલ ચીલ્ડ્રન્સ ચેરિટીના લાભાર્થે ‘ભૂલી બિસરી યાદે ચેરિટી ઈવેન્ટ’નું તા.૮.૬.૨૦૧૯ને શનિવારે આર્ચબિશપ લેનફ્રેન્ક સ્કૂલ, મીચમ રોડ, ક્રોયડન ખાતે આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ૩૮૦ લોકોએ બોલિવુડના જૂના સદાબહાર ગીતો તેમજ શાયોનાના સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ માણ્યો હતો.

કાર્યક્રમના ખર્ચ બાદ વધેલા નાણાં અને લોકોએ ઉાદાર હાથે આપેલા ફાળા સાથે કુલ ૫,૦૦૧ પાઉન્ડનું ડોનેશન ગ્રેટ ઓર્મોન્ડ સ્ટ્રીટ હોસ્પિટલ ચીલ્ડ્રન્સ ચેરિટીને આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સમર્થન તેમજ ડોનેશન આપનારા સૌનો સરે ગુજરાતી હિંદુ સોસાયટી દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. લોકોએ ઈન્ડિયન ઓશનના સંગીતને તેમજ ઘનશ્યામ પટેલે રજૂ કરેલા જોક્સનો આનંદ માણ્યો હતો.


comments powered by Disqus