સ્વિત્ઝર્લેન્ડમાં સ્ત્રી સમાનતા મુદ્દે ૨૮ વર્ષ બાદ ‘પર્પલ વેવ’

Saturday 22nd June 2019 06:48 EDT
 
 

જીનિવાઃ દુનિયાના ૯મા સૌથી સંપન્ન દેશ સ્વિત્ઝર્લેન્ડમાં ૨૮ વર્ષ પછી સમાનતા, સમાન પગાર અને હિંસા અટકાવવાની માગણી સાથે મહિલાઓએ તાજેતરમાં હડતાળ પાડી હતી. અલગ અલગ શહેરોમાં આ હડતાળમાં ૧૫ લાખ મહિલાઓ સામેલ થઈ હતી.
અગાઉ ૧૪ જૂન ૧૯૯૧માં અસમાનતાનો સામનો કરતી પાંચ લાખ મહિલાઓ માર્ગો પર ઊતરી આવી હતી. સ્વિત્ઝર્લેન્ડનાં વર્કર યુનિયન અને અધિકાર સંગઠનો કહે છે કે ત્રણ દાયકા પછી આ વસ્તુઓમાં માંડમાંડ સુધારો થયો છે એટલા માટે સરકારને જાગૃત કરવા માટે હડતાળ પડાઈ છે. સ્વિસ મહિલાઓને હાલમાં પણ પુરુષોની તુલનાએ ૨૦ ટકા ઓછો પગાર મળે છે. મહિલાઓ ઇચ્છે છે કે તેમની વિરુદ્ધ હિંસા પર ઝીરો ટોલરન્સ વર્તાવ કરવામાં આવે. જીનિવા, લોસેન સહિત ૧૨ શહેરોમાં મહિલાઓ રાત્રે એક થઈ હતી. સવાર થતાં જ તેમણે માર્ચ યોજી. આ દેખાવોને ‘પર્પલ વેવ’ નામ અપાયું છે.
સમાનતાના મામલે સ્વિત્ઝર્લેન્ડ ૨૦મું
દુનિયામાં પુરુષ સમાનતા મામલે ૧૪૯ દેશોમાં સ્વિત્ઝર્લેન્ડ ૨૦મા ક્રમે છે. દેશની સંસદમાં હાલ ૩૪ ટકા મહિલાઓની ભાગીદારી અને પુરુષોની ૬૬ ટકા છે. યુરોપમાં સૌથી ઓછી મેટરનિટી લિવ પણ આ જ દેશમાં મળે છે. તેનાથી ખરાબ હાલત
ગ્રીકમાં છે.


comments powered by Disqus