ઇઝરાયલી વિજ્ઞાનીઓએ કેન્સરની દવા વિકસાવીઃ કોઇ સાઇડ ઇફેક્ટ નહીં

Friday 22nd February 2019 06:30 EST
 
 

જેરુસલેમઃ કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે આનંદના સમાચાર છે. ઇઝરાયલના વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે એ પ્રમાણે તેમણે કેન્સરને જડમૂળથી મટાડી દેતી દવા વિકસાવવામાં સફળતા મેળવી છે અને તે પરીક્ષણના અંતિમ તબક્કામાં છે.
વિજ્ઞાનીઓનો દાવો છે કે ઉંદર પર કરાયેલા પ્રયોગ સફળ થયા છે. જો આ દવા સફળ થશે તો ૨૦૨૦ સુધીમાં કેન્સરને સંપૂર્ણપણે ડામી શકાશે.
વિખ્યાત મેગેઝિન ‘ફોર્બ્સ’ના અહેવાલ અનુસાર, ડબ્ડમુટાટો નામથી જ એનોલ્યુશન બાયોટેક્નોલોજીકલ કંપની સાથે જોડાયેલા વિજ્ઞાનીઓએ આ દવાનું સંશોધન કર્યું છે.
કંપનીના ચેરમેન ડેન એરિડોરે ‘ધ જેરુસલેમ ટાઇમ્સ’ને કહ્યું હતું કે તેમની દવા પ્રથમ દિવસથી જ અસર બતાવશે. તેની કોઈ સાઇડ ઇફેક્ટ નથી. તે બજારમાં મળતી અન્ય દવા કરતાં સસ્તી છે. મુટાટો કેન્સરને ટાર્ગેટ કરે છે તે પેપ્ટીડેશ અને યુનિક ટોક્સિનનું મિશ્રણ છે.
જે માત્ર કેન્સરના સેલને ટાર્ગેટ કરે છે. તેનાથી હેલ્ધી સેલ્સને કોઈ નુકસાન થતું નથી. ૨૦૧૯ના અંત સુધીમાં તેની માણસ પર ટ્રાયલ લેવાશે. જો તે સફળ થશે તો કેન્સરને કારણે જીવ ગુમાવતા લાખો લોકોને રાહત મળશે.


comments powered by Disqus