કેન્યા સામૂહિક હિજરત અને ગ્રેટ બ્રિટનમાં વસવાટની સુવર્ણ જયંતી

Wednesday 20th February 2019 05:07 EST
 
 

કેન્યા સાથે જોડાયેલા બ્રિટિશ એશિયનો ઉપરાંત અન્ય લોકોએ પણ અમારી આ પહેલને ખૂબ આવકાર આપ્યો છે, કેટલાંક લોકોએ તો તેને ‘ઐતિહાસિક’, ‘અભૂતપૂર્વ’ અને ‘ખૂબ મદદરૂપ’ ગણાવી છે. આ મુદ્દો ખાસ કરીને તો તે સમયે કેન્યાની રાજકીય પરિસ્થિતિમાં થયેલા ફેરફારને લીધે સ્થળાંતર કરીને આવેલા વડવાઓએ યુકેમાં સ્થાયી થવા માટે કરેલા અદભૂત પ્રયાસોની વાતો શેર કરીને તેમના બાળકો, પૌત્રો અને પ્રપૌત્રોને તેમની સાથે સાંકળવામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે તે વિશેની પ્રતિક્રિયા સર્વસામાન્ય હતી. આપણી યુવા પેઢીને પ્રેરણા મળશે તેટલું જ નહીં પરંતુ, આપણા કેટલાક વાચકોએ સૂચવ્યું છે તેમ, તેના લીધે અજાણ્યા દેશમાં તેમના મોટેરાઓએ કરેલા સંઘર્ષ વિશે તેઓ વાકેફ થશે અને તે વિશે સારી સમજ કેળવાશે.

આપણાં વર્ષો જૂના પારિવારિક અને આધ્યાત્મિક મૂલ્યો, મહત્ત્વાકાંક્ષા, સખત પરીશ્રમ અને બ્રિટિશ સમાજના હકારાત્મક વાતાવરણની સાથે ખંતને લીધે બ્રિટિશ ભારતીય સમાજે આટલાં દાયકામાં જે હાંસલ કર્યું છે તેવું કોઈએ કર્યું નથી.

અમારી પ્રકાશનની તારીખ ૩૦ માર્ચ, ૨૦૧૯ છે અને એડવર્ટાઈઝિંગ માટેની છેલ્લી તારીખ ૨૦ માર્ચ, ૨૦૧૯ છે.

આમ તો અમને જેટલી ઝડપથી ફોટોગ્રાફ્સ સહિતની માહિતી અને વિગતો મળે તેટલી સારી રીતે અમારા પત્રકારો અને ગ્રાફિક્સ ટીમ યોગ્ય અને આકર્ષક લેખો અને લેઆઉટ સાથે સારી ગુણવત્તાનું મેગેઝિન પ્રસ્તુત કરી શકશે.

અમને કેટલાંક સંભવિત સ્પોન્સરો તરફથી પ્રતિભાવ સાંપડ્યા છે. અમે કેટલીક પ્રતિભાશાળી વ્યક્તિઓ અથવા બિઝનેસીસની વિગતવાર પ્રોફાઈલ મળે તેવું ઈચ્છીએ છીએ. આપના વડીલો સહિત કેન્યા સાથે સંકળાયેલા તમામ પ્રતિભાશાળી વ્યક્તિઓની ફોટા સાથે ટૂંકી (૫૦ શબ્દોની) પ્રોફાઈલને કોઈપણ જાતના ચાર્જ વિના અમારા મેગેઝિનમાં સમાવેશ કરવા માટે મંગાવતા અમે આનંદની લાગણી અનુભવીએ છીએ.

આપનું કોઈપણ સૂચન હોય તો કૃપા કરીને અમને જણાવશો. આપની માહિતી રાગિણી નાયક, એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ (ABPL Group), 12 Hoxton Market, London N1 6HW, UK ને મોકલી આપશો અથવા [email protected] પર ઈમેઈલ કરશો.


comments powered by Disqus