મનોજ જોશી બન્યા અમિત શાહ

Saturday 23rd February 2019 06:44 EST
 
 

વિવેક ઓબેરોય સ્ટારર પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી' માટે અત્યારે શૂટિંગ ચાલી રહ્યું છે. જેમાં મનોજ જોશી અમિત શાહનો રોલ નિભાવી રહ્યા છે. મનોજ જોશીએ આ ફિલ્મ માટે તાજેતરમાં મુંબઈમાં શૂટિંગ પણ શરૂ કર્યું છે. તેઓ જણાવે છે કે, તેમના હાથમાં અન્ય પ્રોજેક્ટ્સ હોવા છતાં તેમણે આ ફિલ્મ માટે તરત જ હા પાડી દીધી હતી.
તેઓ કહે છે કે, ‘હું પહેલી વખત હયાત વ્યક્તિનો રોલ પ્લે કરી રહ્યો છું અને એ ઉત્સાહપ્રેરક બાબત છે. લોકો મોદીની બાયોપિક માટે રાહ જોઈ રહ્યા છે અને મને ખુશી છે કે, હું અમિતભાઈનો રોલ પ્લે કરી રહ્યો છું. આ ફિલ્મનાં સૌથી મહત્ત્વપૂર્ણ પાત્રોમાં તેમનો સમાવેશ થાય છે.' તેમણે એમ પણ જણાવ્યું હતું કે, રિયલ લાઇફમાં પણ તેઓ રાજકીય ઘટનાક્રમથી વાકેફ રહે છે. કેમ કે, દેશમાં શું ચાલી રહ્યું છે એ જાણવું જરૂરી છે.
શાહ મેમ્બર ઓફ પાર્લામેન્ટ, ભારતીય જનતા પાર્ટીના પ્રેસિડન્ટ અને પ્રાઇમ મિનિસ્ટરના ખાસ સાથી છે. મનોજ જોશીએ તેમને સારા આયોજક ગણાવ્યા છે. આ ફિલ્મ માટેની તૈયારી વિશે મનોજ જોશીએ કહ્યું હતું કે, ‘હું તેમના વિશે વધુ જાણવા માટે તેમની સ્પીચીઝ સાંભળી રહ્યો છું.'


comments powered by Disqus