ફિલ્મસર્જક ડેવિડ ધવનના ઘરે ગયા વરસે પણ ખુશીનો માહોલ હતો અને આ વર્ષે પણ તેમના પરિવારમાં ખુશીના સમાચાર છે. બોલિવૂડમાં ચર્ચા છે કે વરુણ ધવન અને તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ ૨૦૧૯ના મધ્યમાં લગ્નબંધને બંધાશે.
ચર્ચા છે કે, વરુણ અને નતાશા લગ્ન માટે હમણા તૈયાર નથી, પણ બંનેના પરિવારો ઈચ્છે છે કે વરુણ-નતાશાએ જલદી લગ્નગ્રંથિથી જોડાવું જોઈએ.

