શહીદ જવાનોના માનમાં GHS પ્રેસ્ટન ખાતે પ્રાર્થના સભા યોજાઈ

Wednesday 20th February 2019 04:59 EST
 
 

ભારતના જમ્મુ-કાશ્મીરમાં પુલવામા ખાતે તા.૧૪ ફેબ્રુઆરીએ થયેલા આતંકવાદી હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા હતા. તેમના આત્માની શાંતિ અર્થે ૧૭ ફેબ્રુઆરીએ GHS મંદિરમાં પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. તેમાં ૧૫૦થી વધુ સભ્યો હાજર રહ્યા હતા.

GHSના પ્રેસિડેન્ટ દશરથભાઈ નાયીએ જણાવ્યું હતું કે તમામ ભારતીયો માટે આ ખૂબ દુઃખદ દિવસ છે. તેમણે આતંકવાદીઓના કૃત્યને વખોડી કાઢયું હતું અને આતંકવાદીઓએ મૂકેલા પડકારોનો સામનો કરવામાં દર્શાવેલી બહાદૂરી બદલ સૈનિકોની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે જવાનોને ગુમાવવાથી આપણને પડેલી ખોટને વ્યક્ત કરવા માટે પ્રાર્થના જ યોગ્ય ઉપાય છે. શહીદ જવાનોના આત્માને ચીર શાંતિ અને તેમના પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી આપણે ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીએ.

ઓમ શાંતિ શાંતિ શાંતિ


comments powered by Disqus