૨૪ ફેબ્રુઆરીએ ૬૦મી લગ્નતિથિ ઉજવી રહેલા ખાસ દંપતિ અને કેપી એન્જિનિયરિંગ વર્ક્સ લિમિટેડના ડિરેક્ટર્સ શ્રી મનુભાઈ કે મકવાણા અને શ્રીમતી જયાબેન મકવાણાને અભિનંદન. તેઓ હિંદુ કાઉન્સિલ (બ્રેન્ટ)ના એક્ઝિક્યુટિવ મેમ્બર પણ છે. તેઓ ૨૪ ફેબ્રુઆરી, ૧૯૫૯ને રવિવારે વડોદરા ખાતે લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેમને બે પુત્ર અને ત્રણ પુત્રી તેમજ ૧૧ પૌત્ર-પૌત્રી છે. અગાઉ તેઓ કેટલાંક વર્ષ નૈરોબી (કેન્યા), મ્વાન્ઝા/દારેસલામ (ટાન્ઝાનિયા) ખાતે રહ્યા હતા. ૧૯૭૫થી તેઓ લંડનમાં સ્થાયી થયા છે. ‘ગુજરાત સમાચાર’ તરફથી તેમને અભિનંદન

