સોશિયલ મીડિયા પર એક વીડિયો ટૂંક સમયમાં ખૂબ વાઇરલ થયો છે. ફેસબુક પર ૯૦૧ ફિઝિકલ થેરપી નામના પેજ પરથી આ વીડિયો શેર થયો છે. જેમાં ૭ર વર્ષનાં લોરેન નામનાં બહેન જિમમાં એકસરસાઇઝ કરે છે. ફિઝિકલ ફિટનેસને સમર્પિત આ પેજ પર પોસ્ટ થયેલા આ વીડિયોમાં માજી હાથમાં વેઇટસ પકડીને ઊભાં છે. વજન સાથે જ તેઓ નીચે બેસે છે અને પછી પીઠભેર સૂઈ જાય છે. એ જ વજન સાથે તેઓ કોઈ સહારા વિના પહેલાં બેઠાં અને પછી ઊભાં થઈ જાય છે. હાથ-પગ અને કમર-પેટના સ્નાયુઓની કસોટીની હદ વટી જાય એવી આ કસરત તેઓ સતત એક મિનિટ સુધી કરતાં જ રહે છે. નવાઈની વાત એ છે કે આ એક્સરસાઈઝ દરમિયાન માજીના ચહેરા પર સાવ સહજ ભાવો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને ૯૦ હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

