લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં દીપિકા પદુકોણનું મીણના પૂતળાનું તાજેતરમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીપિકા તેના પતિ રણવીર સિંહ તેમજ પરિવાર સાથે હાજર હતી. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ પણ થઈ રહી છે. પોતાના સ્ટેચ્યુને ચુંબન કરતો પોઝ દીપિકાએ આપ્યો હતો. રણવીરે પણ પત્નીના પૂતળા સાથે તસવીરો ખેંચાવી હતી. ઉલ્લેખનીય છે કે, આ મ્યુઝિયમમાં આ પહેલાં અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન તેમજ અન્યોના પૂતળા મૂકવામાં આવ્યા છે.

