શ્રી સત્તાવીશ ગામ પાટીદાર સમાજ (યુરોપ) દ્વારા તા. ૨૪ નવેમ્બર ૨૦૧૯ને રવિવારે સ્પેશિયલ સંમેલન ડેનું આયોજન કરાયું છે. તેમાં સમાજના કેટલાંક સભ્યોનું સન્માન કરવામાં આવશે. ૭૦ના દાયકામાં આ સમાજની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં સમાજની પ્રગતિ માટે જે સભ્યોએ નિઃસ્વાર્થભાવે તન, મન અને ધનથી અથાગ પરીશ્રમ કર્યો છે તેમનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવશે. સમાજના અગ્રણી, મૂળ બાકરોલના પૂર્વ ટ્રસ્ટ ચેર શ્રી કિરીટભાઈ રામભાઈ પટેલ અને શ્રીમતી સુલોચનાબેન દ્વારા ખાસ શાલ ડોનેટ કરવામાં આવી છે.
રવિવારે સાંજે યોજાનારા આ કાર્યક્રમમાં ગેટ ટુ ગેધર, સમાજની પ્રવૃત્તિઓની ટૂંકી માહિતી, મ્યુઝીશીયન્સના ગ્રૂપ દ્વારા ગીત-સંગીતના મનોરંજનનો લાભ લેવા સમાજના સૌ સભ્યોને સહપરિવાર ઉપસ્થિત રહેવા ખાસ અનુરોધ છે. આ પ્રસંગે સવેરા ફૂડ્સના કાન્તિભાઇ અને પરિવાર તરફથી સૌને માટે સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુ વિગત માટે જુઓ જાહેરાત અથવા સંપર્ક 020 8904 9191.