સંક્ષિપ્ત સમાચાર (યુકે)

Wednesday 20th November 2019 05:37 EST
 

                                          • માથામાં ચીપ લગાડવાથી ડિમેન્શિયાની અસર ઘટે

ભાગ્યે જ જોવા મળતા ચાઈલ્ડહૂડ ડિમેન્શિયાથી પીડાતો અને પોતાના માતા-પિતાને ભૂલી ગયેલો શેફિલ્ડનો પાંચ વર્ષનો હાર્લી બોન્ડ ફરીથી તેમને ઓળખતો થયો છે. તે ત્રણ વર્ષનો હતો ત્યારે તેને સાનફિલિપ્પો સિન્ડ્રોમનું નિદાન થયું હતું. તે લંડનની ગ્રેટ ઓર્મોન્ડ સ્ટ્રીટ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલમાં જોડાયો ત્યારથી તેની હાલત સુધરી રહી છે. ટ્રાયલમાં તેના માથામાં એક ચીપ ફીટ કરવામાં આવી છે. ચીપ થોડા પ્રમાણમાં એન્ઝાઈમ છોડે છે જે રોગને વધતો અટકાવે છે.

                                           • ઉપભોક્તાવાદથી પારિવારિક જીવનને નુક્સાન

કપડાં, કાર અને હોલિડે પાછળના ખર્ચને પહોંચી વળવા ઉપભોક્તાવાદ અને કામકાજના વધુ કલાકોને લીધે પારિવારિક જીવનને હાનિ થતી હોવાનું ગર્લ્સ સ્કૂલ્સ એસોસિએશનના વડા સુ હિંક્સનું માનવું છે. તેમણે જણાવ્યું હતું કે દેશે તેની પ્રાથમિકતાઓની ચકાસણીની અને ખરીદી ઓછી કરવાની જરૂર છે. ઘણી વસ્તુઓ હોવાથી સુખી ન થવાય તે વાત વિદ્યાર્થીઓને સમજાવવા તેમણે સ્કૂલોને કહ્યું હતું.

                                          • શોપીંગની આદત માનસિક બીમારી હોવાનો દાવો

ઓનલાઈન રિટેઈલિંગને લીધે ખૂબ વધી ગયેલી શોપીંગની આદતને માનસિક બીમારીની શ્રેણીમાં મૂકવી જોઈએ તેવો મનોચિકિત્સકોએ દાવો કર્યો હતો. વિક્સિત દેશોમાં પાંચ ટકા વયસ્કો - ૨.૫ મિલિયન બ્રિટિશરો કરતાં વધુ - બાઈંગ – શોપીંગ ડિસઓર્ડર (BSD) એટલે કે તીવ્ર ઈચ્છાના એક પ્રકારથી પીડાય છે.

                                         • ત્રાસવાદમાં સંડોવણીની શંકાના આધારે બેની ધરપકડ

ત્રાસવાદી પ્રવૃત્તિમાં સંડોવણી, તેની તૈયારી અને ઉશ્કેરણીની શંકાના આધારે ઈસ્ટ લંડનમાં રહેતા ૨૭ વર્ષીય એક વ્યક્તિની ધરપકડ કરાઈ હતી. જ્યારે ત્રાસવાદને પ્રોત્સાહન આપવાની શંકાના આધારે અન્ય ૨૧ વર્ષીય વ્યક્તિની ઈસ્ટ લંડનમાં અન્ય સ્થળેથી ધરપકડ કરાઈ હતી. આ બન્ને પુરુષોને કસ્ટડીમાં રખાયા હતા અને પૂછપરછ કરાઈ હતી.

                                          • સાંજેમોડા જમતી મહિલાઓનેહૃદયરોગની શક્યતા

સાંજે ૬ વાગ્યા પછી જમતી મહિલાઓને હૃદયરોગ થવાની શક્યતા હોવાનું અભ્યાસમાં જણાયું હતું. વ્યક્તિ મોટાભાગની કેલરી દિવસ દરમિયાન લઈ લે તે સારું હોવાનું તેમાં સૂચવાયુ હતું. અમેરિકન હાર્ટ એસોસિએશનના સંમેલનમાં નાની ઉંમરે મેનોપોઝ અને સાંજના સમયે ખોરાકમાં વધુ કેલરી, આ બન્નેને મહિલાઓમાં હૃદયની તકલીફ થવા સાથે અલગ અલગ સંબંધ છે.

                                        • વેપિંગથી હૃદય અને રક્તવાહિનીઓને નુક્સાન થઈ શકે

ઈ-સિગારેટ્સને લીધે હૃદય અને રક્તાવાહિનીઓને નુક્સાન થઈ શકે તેવું જણાયા બાદ કાર્ડિયોલોજીસ્ટ્સે વેપિંગની લતે ચડેલા યુવાનોને આરોગ્ય પર જોખમ હોવાની ચેતવણી જારી કરી હતી. અભ્યાસમાં સૂચવાયું હતું કે વેપિંગને લીધે રક્તવાહિનીઓ કડક બને છે, હૃદયના ધબકારા વધી જાય છે અને કોષો કાર્ય કરતા બંધ થઈ જાય છે.

                                         • પુત્રોની હત્યા બદલ માતા અને સાવકા ભાઈને જેલ

શેફિલ્ડના શીરગ્રીનમાં રહેતી વ્યભિચારી માતાએ એક રાત્રિના જાતીય સંબંધને લીધે બે પુત્રો જન્મ્યા હોવાનો દેખાવ કરીને તેમની હત્યા કરી હતી. હકીકતે તો તેનો સાવકો ભાઈ જ તેમનો પિતા હતો. ૩૫ વર્ષીય સારા બરાસ અને તેના ૩૯ વર્ષીય સાવકા ભાઈ બ્રેન્ડન મશીને ૧૩ વર્ષીય ટ્રીસ્ટાન અને ૧૪ વર્ષીય બ્લેકની હત્યા કરી હતી. સારાને ઓછામાં ઓછાં ૩૫ વર્ષ સાથે આજીવન કેદની સજા થઈ હતી. જ્યારે છ બાળકોના પિતા બ્રેન્ડને ત્રીજા બાળકને પણ ડૂબાડી દેવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે બાકીના ત્રણ બાળકોને ડ્રગ્સનો ઓવરડોઝ આપીને મારી નાખવાની યોજના ઘડી હતી. બ્રેન્ડનને ૩૫ વર્ષની જેલ થઈ હતી.

                                       • ત્રાસવાદમાં સંડોવણીની શંકાના આધારે બેની ધરપકડ

ત્રાસવાદી પ્રવૃત્તિમાં સંડોવણી, તેની તૈયારી અને ઉશ્કેરણીની શંકાના આધારે ઈસ્ટ લંડનમાં રહેતા ૨૭ વર્ષીય એક વ્યક્તિની ધરપકડ કરાઈ હતી. જ્યારે ત્રાસવાદને પ્રોત્સાહન આપવાની શંકાના આધારે અન્ય ૨૧ વર્ષીય વ્યક્તિની ઈસ્ટ લંડનમાં અન્ય સ્થળેથી ધરપકડ કરાઈ હતી. આ બન્ને પુરુષોને કસ્ટડીમાં રખાયા હતા અને પૂછપરછ કરાઈ હતી.

,૦૦૦ ઘરોમાં હજુ પણ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી લાઈસન્સ

યુકેમાં ૬,૫૮૬ જેટલાં ઘરોમાં હજુ પણ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીના લાઈસન્સ છે. ટીવી લાઈસન્સીંગ દ્વારા જણાવાયું હતું કે બીબીસી વન પર કલર પ્રસારણને ૫૦ વર્ષ થઈ ગયા હોવા છતાં લંડનમાં આવા ૧,૩૧૧, બર્મિંગહામમાં ૩૨૩ અને માન્ચેસ્ટરમાં ૨૪૫ લાઈસન્સ છે. ૨૦૦૦ની શરૂઆતમાં આવા ૨૧૨,૦૦૦ લાઈસન્સ હતા. બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી સંગ્રહ કરનારાઓમાં લોકપ્રિય છે અને તેનો ઓનલાઈન વેપાર થાય છે.

ચાર્લ્સ પ્રથમના વાળની બે લટ ઓનલાઈન વેચાણ માટે મૂકાઈ

ફાંસી અપાયા બાદ કિંગ ચાર્લ્સ પ્રથમનું માથું ફરીથી જોડીને ૧૮૧૩માં તપાસ કરવામાં આવી તે વખતે તેમના વાળની બે લટ લેવામાં આવી હતી. ફાંસીના ૧૬૪ વર્ષ બાદ આ બે લટ ઓનલાઈન માર્કેટપ્લેસ ઈનવેલ્યુએબલ પર વેચાણ માટે મૂકાઈ છે. આ લટો વેલ્વેટ લાઈનના બોક્સમાં જ્યોર્જ ત્રીજાના ફિઝિશીયન સર હેનરી હેલ્ફોર્ડ દ્વારા અપાયેલા મૃત્યુના રિપોર્ટ સાથે મૂકાઈ છે.

૧૫ પત્નીઓને કાર માટે રાજાએ £૧૩ મિલિયન ખર્ચ્યા

પત્ની માટે લક્ઝરી કાર ખરીદવી એ ખૂબ ખર્ચાળ સાહસ છે. પરંતુ, જ્યારે આપ ૧૫ પત્ની ધરાવતા બાદશાહ હો ત્યારે દરેક પત્ની પોતાને શોભે તેવા વાહનો માગે ત્યારે અતિશય ખર્ચ થાય છે. સદનસીબે ઈસ્વાતીનીના શાસક - અગાઉનું સ્વાઝીલેન્ડ - કિંગ મ્સ્વાતી IIIએ દેશના નાગરિકોના લગભગ ૧૩ મિલિયન પાઉન્ડના ખર્ચે ૧૫ રોલ્સ રોયસ અને ડઝનબંધ બીએમડબલ્યુ કાર ખરીદી હતી.


comments powered by Disqus