કાર્ડિફ ખાતે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે યોજાયેલી ફ્રિડમ માર્ચમાં સેંકડો લોકો જોડાયા

Wednesday 21st August 2019 06:38 EDT
 
 

ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે ૧૫ ઓગસ્ટને ગુરુવારે કાર્ડિફમાં ફ્રિડમ માર્ચ યોજાઈ હતી. વેલ્સ મિલેનિયમ સેન્ટર પાસે આવેલી ગાંધીજીની પ્રતિમાએથી નીકળેલી આ કૂચમાં સેંકડો લોકો જોડાયા હતા. કાર્ડિફ કાસલ ખાતે ધ્વજવંદન સાથે તેનું સમાપન થયું હતું.

ફ્રિડમ માર્ચનું આયોજન ભારતના ઓનરરી કોન્સુલ રાજ અગ્રવાલે કર્યું હતું. તેમાં વેલ્શ ફર્સ્ટ મિનિસ્ટર માર્ક ડ્રેકફોર્ડ, મિનિસ્ટર ફોર કલ્ચર લોર્ડ ડેફિડ એલીસ, રોયલ મરીન્સ બ્રિગેડિયર જોક ફ્રેઝર અને મિસ યુનિવર્સ યુકે એમા જેન્કિન્સ તેમજ મિસ વેલ્સ ગેબ્રિલી જ્યૂકસે હાજરી આપી હતી.

સવારે ૧૦.૧૦ વાગે આ રેલી શરૂ થઈ હતી અને ૧૦.૩૦ વાગે કાર્ડિફ કાસલ પહોંચી હતી. કાસલના ગ્રાઉન્ડ પર ભારતીય નૃત્ય અને ગીત સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. બાદમાં ધ્વજવંદન કરાયું હતું. જાહેર જનતા માટે આ કાર્યક્રમ ખૂલ્લો અને મફત હતો.

પ્રવચનમાં ભારતીય રાજદૂત રાજ અગ્રવાલે ભારતની લોકશાહીની સફળતાની ઉજવણીમાં જોડાવા માટે કિંમતી સમય ફાળવવા બદલ સૌનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વેલ્સમાં ભારતીય ડાયસ્પોરા સુખરૂપ વસવાટ કરી રહ્યો છે. ભારતીયો સૌથી વધુ સફળ, મહેનતુ અને લોકલ કોમ્યુનિટી સાથે હળીમળી ગયેલા છે તેઓ વેલ્સની સફળતા અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છે.


comments powered by Disqus