બર્લિનમાં GOPIOનું દ્વિવાર્ષિક સંમેલન યોજાશે

Wednesday 21st August 2019 06:34 EDT
 
 

ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરીજીન (GOPIO)નું દ્વિવાર્ષિક સંમેલન આગામી ૮થી ૧૦ નવેમ્બર દરમિયાન જર્મનીના બર્લિનમાં અને તા.૧૧ અને ૧૨ નવેમ્બરે ફ્રાન્સના પેરિસમાં યોજાશે. તે સાથે તેની ૩૦મી એનિવર્સરીની પણ ઉજવણી કરવામાં આવશે. આ સંમેલનમાં વિશ્વભરમાંથી ઈન્ડિયાસ્પોરાના સભ્યો ઉપસ્થિત રહેશે તેમ મનાય છે. સંસ્થા દ્વારા તેના આયોજનની તૈયારીઓ ચાલી રહી છે. GOPIOની સ્થાપના ૧૯૮૯માં ન્યૂયોર્કમાં થઈ હતી. તે દુનિયાના ઘણાં દેશોમાં વિવિધ પ્રવૃત્તિ ચલાવી રહી છે. ખાસ કરીને તે ભારત બહાર વિદેશમાં રહેતા PIO એટલે કે ભારતીય મૂળના લોકોના માનવ અધિકાર હક્કોના થતાં ભંગ સામે કામ કરી રહી છે.


comments powered by Disqus