સંક્ષિપ્ત સમાચાર (યુકે)

Wednesday 21st August 2019 06:55 EDT
 

• સમયથી વહેલા બંધ થતી સર્જરીનું ફંડ અટકાવાશે

ગયા વર્ષની પ્રેક્ટીસ દરમિયાન દર્દીના એક મિલિયન કરતાં વધુ કલાક બગડ્યા હોવાના પૂરાવા બહાર આવ્યા બાદ NHSઅડધો દિવસ બંધ રહેતી સર્જરીને GP's સર્જરીઝમાંથી અપાતું ફંડિંગ અટકાવી દેશે. દસમાંથી એક સર્જરી તેના નિયત સમય કરતાં દરરોજ વહેલી બંધ થઈ હોવાથી ઈગ્લેન્ડમાં લગભગ ૩૦૦,૦૦૦ જેટલી એપોઈન્ટમેન્ટસ થઈ શકી ન હતી.

હાથીદાંતની બંગડી પહેરવા બદલ મહિલાને દંડ

ગ્રેટ વાઈલ્ડબીસ્ટ માઈગ્રેશન નિહાળવા માટે ટાન્ઝાનિયા જઈ રહેલી બે મહિલા પ્રવાસીઓએ હાથીદાંતની બંગડી પહેરી હોવાનું એરપોર્ટ પરના સ્નીફર ડોગ્સને જણાતા પોલીસે તેમની ધરપકડ કરી હતી અને દંડ કર્યો હતો. ૫૦ વર્ષીય મારિયા પીચ - એગ્વિલેરા ૧૨ મહિનાની જેલની સજાની બદલીમાં ૮,૦૦૦ પાઉન્ડ (એક મિલિયન કેન્યન શિલિંગ)નો દંડ ચૂકવ્યો હતો.

                                              • શૌચાલયમાં અનૈતિક પ્રવૃત્તિને રોકવા નવી સિસ્ટમ

જાહેર શૌચાલયમાં અનૈતિક જાતીય પ્રવૃત્તિ અને તોડફોડ સામે રક્ષણ માટે કોઈ વ્યક્તિ આવી પ્રવૃત્તિ કરતી જણાય તો તેના પર પાણીનો છંટકાવ, દરવાજો ખૂલી જાય અને મોટા અવાજે એલાર્મ વાગે તેવી સિસ્ટમ પોર્થકોલ ટાઉન કાઉન્સિલમાં ફીટ કરવામાં આવશે. ૧૭૦,૦૦૦ પાઉન્ડના ખર્ચે આ સિસ્ટમ ફીટ કરાશે. શૌચાલયમાં ભાંગફોડ અથવા એકથી વધુ વ્યક્તિ જણાશે તો સેન્સર આ સિસ્ટમ કાર્યરત કરી દેશે.

ફ્લૂની રસી બાબતે પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડે ફેરવી તોળ્યું

બાળકોને ફ્લૂ સામે રક્ષણની વેક્સિન અપાવવી કે નહીં તેનો નિર્ણય લેતા પહેલા ધર્મગુરુ અથવા કોમ્યુનિટી વડાની સલાહ મેળવવા માટે માતા-પિતાને પ્રોત્સાહિત કરતી માર્ગદર્શિકા વિશે હેલ્થ અધિકારીઓએ ફેરવી તોળ્યું છે. સપ્ટેમ્બરથી બેથી દસ વર્ષની વયના બાળકોને આ રસી અપાશે. ફ્લૂએન્ઝ નાસલ સ્પ્રેમાં પોર્ક જીલેટીન હોવાની બાબતે કેટલાંક મુસ્લિમોએ ચિંતા વ્યક્ત કરતાં પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા આ સૂચન કરાયું હતું.

                                             • મિત્રોના લગ્નમાં વધુ પડતો ખર્ચ કરતી યુવા પેઢી

જનરેશન રેન્ટ શબ્દ હવે જનરેશન બ્રોકમાં ફેરવાઈ ગયો છે. કારણ કે તેઓ મિત્રોના લગ્નોમાં વધુ પડતો ખર્ચ કરે છે. અભ્યાસમાં જણાયું હતું કે લગ્નોમાં હાજરી આપવા પાછળ થયેલા ભારે ખર્ચને લીધે ત્રણમાંથી એક યુવાનને આ સમરમાં દેવું થઈ જશે. સર્વેમાં ભાગ લેનારા પૈકી ચોથા ભાગના લોકોએ જણાવ્યું હતું કે કપડાં, ભેટ, હોટલ એકોમોડેશન અને હેન અથવા સ્ટેગ પાર્ટીમાં વધુ પડતી રોકડ વાપરી નાખ્યા પછી તેઓ બીલ અથવા રેન્ટ ભરવાનું ચૂકી ગયા હતા. લગ્નની મોસમમાં થતા ખર્ચને લીધે મિત્રતાનો પણ ભોગ લેવાય છે.


comments powered by Disqus