ગુણઃ કારેલાં ઠંડા, હલકા, કડવાં અને વાયુ નહીં કરનાર છે. તાવ અને સોજામાં કારેલું શાક પથ્ય છે. મધુપ્રમેહના દર્દીને કારેલાં હિતકારી છે. રોજ સવારે કારેલાંનો રસ લેવાથી આ રોગમાં ચોક્કસ ફાયદો થાય છે. કડવાશ કાઢી નાખ્યા સિવાયનું શાક પણ હિતકારી છે. આહારની દૃષ્ટિએ કારેલું શાક પરમ પથ્ય છે. મોટાં કારેલા આફરો અને કમળાનો નાશ કરે છે તેની તેનું સેવન કરી શકાય.
દોષઃ કારેલાં વિશેષ કરીને અગ્નિ પ્રદિપ્ત કરનાર છે એટલે ગરમ પ્રકૃતિવાળાએ તેનું સેવન કરવું હિતકારી નથી.
• આહારમાં ઉપયોગ લેવાની કાળજીઓઃ શાક કરતી વખતે છોલીને કારેલાંની છાલ કાઢી નંખાય છે. કારેલાંની કડવાશ ઓછી કરવા માટે તેની સમારી, તેમાં મીઠું ચોળી, નિચોવીને રસ કાઢી નંખાય છે પરંતુ કારેલાંની છાલ કાઢી નાંખવાથી તથા કારેલાંને ચીરી, મીઠાં સાથે ચોળી, નિચોવીને રસ કાઢી નાંખવાથી તેના ગુણ ઓછો થઈ જાય છે.
• કેરીની મોસમમાં રસ-રોટલી સાથે કારેલાનું શાક સ્વાદિષ્ટ અને રુચિકર લાગે છે.
• કારેલાં સાથે ડુંગળી મેળવી તેનું શાક કરવાથી કારેલાંની કડવાશ ઓછી થાય છે અને શાક પણ સ્વાદિષ્ટ બને છે.
• ઔષધીય ગુણઃ આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં શાક તરીકે કારેલાંનો ઉલ્લેખ આવે છે. પરંતુ ઔષધીરૂપે તેનો પ્રયોગ ખૂબ ઓછો થયેલો લાગે છે. કારેલાંની મોસમમાં જેમ બને તેમ વધુમાં વધુ કારેલાં ખાઈ લેવા હિતાવહ છે. કારેલાં ખાદ્ય શાક હોવા છતાં એક પરમ ઔષધ છે.
• કૂમળાં કારેલાના કકડા કરી છાંયે સૂકવી, બારીક ખાંડી એક એક તોલો સવાર-સાંજ
ચાર મહિના સુધી લેવાથી પેશાબ માર્ગે જતી
સાકર સદંતર બંધ થાય છે અને ડાયાબિટીસ
મટે છે.

