હાલમાં કાન્સમાં છવાયેલી અભિનેત્રી કંગના રનૌતની અંગત જિંદગીમાં ભારે ઉથલપાથલ મચી છે. એક્ટર આદિત્ય પંચોલી અને કંગના રનૌત વચ્ચેની લડાઈ વધતી જાય છે. છેલ્લા કેટલાક સમયથી બંને સ્ટારને એકબીજા વિરુદ્ધ બોલાતાં સાંભળ્યા છે. કંગનાએ પોતાના એક જૂના ઇન્ટરવ્યૂમાં ‘રેસ – ટુ’ના એક્ટર આદિત્ય સામે યૌન શોષણ અને ઉત્પીડનનો આરોપ પણ લગાવ્યો હતો. હવે જાણકારી મળે છે કે કેટલાક દિવસ પહેલાં આદિત્ય પંચોલીએ પણ કંગના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ દસકા પહેલાં કંગના અને તેની બહેન રંગોલી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના જવાબમાં દાખલ કરાવી છે. પોલીસ આ ફરિયાદ અંગે યોગ્ય કાર્યવાહીના વેતરણમાં છે.

