લંડનઃ સ્વિમિંગ વિશ્વની સૌથી શ્રેષ્ઠ એક્સરસાઇઝ છે. તેના વિવિધ પ્રકારો શરીરના મસલ્સ માટે ખૂબ લાભકારક છે. એક રિપોર્ટ અનુસાર, એક દિવસમાં ૩૦ મિનિટ સ્વિમિંગ કરો તો ૪૦,૪૦૦ કેલેરી બર્ન થાય છે. જે ૩૦ મિનિટની વોક કરવાથી બર્ન થતી કેલેરી કરતાં અઢી ગણી વધુ છે.
સ્વિમિંગનો દરેક સ્ટ્રોક અલગ હોય છે. આ શરીરના દરેક મસલ્સ પર અલગ પ્રકારે અસર કરે છે. જોકે દરેક સ્ટ્રોકના ફાયદા અને નુકસાન બને છે. જેમ કે, ફ્રીસ્ટાઇલ સ્વિમિંગ શીખવામાં સરળ છે, પરંતુ તેની બ્રિથિંગ ટેકનિક મુશ્કેલ છે. ઓલિમ્પિકમાં ૪ પ્રકારની સ્વિમિંગ હોય છેઃ બટરફ્લાય, બ્રેસ્ટસ્ટ્રોક, ફ્રીસ્ટાઇલ અને બેકસ્ટ્રોક. આમાંથી કેલેરી બર્ન કરવા મામલે બટરફ્લાય સૌથી સારું સ્વિમિંગ છે. જ્યારે પોસ્ચર સુધારવા માટે બ્રેકસ્ટ્રોક બેસ્ટ છે.
સ્ટ્રેસ ઘટે, બીપી કંટ્રોલમાં રહે
સ્વિમિંગથી સ્ટ્રેસ ઓછો થાય છે, સ્વિમિંગથી કોલેસ્ટ્રોલ અને બીપી કંટ્રોલમાં રહે છે તે હાડકાં અને ફેફસાંને મજબૂત કરે છે. ફેફસાં મજબૂત થવાથી અસ્થમા થવાની સંભાવના ઘટી જાય છે. ડાયાબિટીસનું જોખમ પણ ઘટે છે.

