કરણી સેનાએ અભિનેત્રી કંગના રણૌતની રાણી લક્ષ્મીબાઈ પર આધારિત ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વિન ઓફ ઝાંસી’ના રિલીઝનો વિરોધ કર્યો છે. કરણી સેનાનો આરોપ છે કે મણિકર્ણિકામાં રાણી લક્ષ્મીબાઈના પાત્રને ખોટી રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. બ્રિટિશ અધિકારી સાથે રાણી લક્ષ્મીબાઈનો કથિત અફેર દેખાવવામાં આવ્યો હોવાથી સેના નારાજ છે. સંગઠનનો દાવો છે કે ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈને એક ગીતમાં ડાંસ કરતા દેખાડવામાં આવ્યા છે જે રાજપૂતોની સભ્યતાની વિરુદ્ધ છે. સેનાએ નિર્માતાઓને ધમકી આપી છે કે જો તેમને આ ફિલ્મ બતાવવામાં નહીં આવી તો તેઓ તોડફોડ કરશે અને થિયેટર્સમાં ફિલ્મને રિલીઝ થવા દેશે નહીં. જોકે કરણી સેનાની ધમકીઓનો કંગણાએ જોરદાર જવાબ આપતાં કહ્યું કે, હું કોઈથી ડરવાની નથી અને લડ્યા વગર હારવાની નથી. કંગનાએ કહ્યું કે, ચાર ઇતિહાસકારોએ મણિકર્ણિકા જોઈ છે. અમે સેંસર પાસેથી સર્ટિફિકેટ પણ લીધું છે. આ વિશે કરણી સેનાને પણ જાણ કરવામાં આવી છે, છતાં તેઓ સતત હેરાનગતિ ઊભી કરે છે. જો હવે એ લોકો ન રોકાયા તો તેમને પણ ખબર હોવી જોઈએ કે હું પણ રાજપૂત છું અને તેમાંથી એક-એકને નષ્ટ કરી દઈશ.

