બોલિવૂડમાં રાજકુમાર હીરાણી સૌથી સભ્ય વ્યક્તિઃ જાવેદ અખ્તર

Wednesday 23rd January 2019 06:37 EST
 
 

‘સંજુ’ ફિલ્મમાં રાજકુમાર હીરાણીની આસિસ્ટન્ટ ડિરેક્ટર રહી ચૂકેલી મહિલાએ રાજકુમાર પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ મૂક્યા બાદ આ મુદ્દે બોલિવૂડમાં ઘણી ચર્ચા જાગી છે. કેટલીક નામાંકિત સેલિબ્રિટીઝ હીરાણીના સપોર્ટમાં આવી છે તો કેટલીક સેલિબ્રિટીઝે ચૂપકીદી સેવી છે.
જોકે આ વિશે લેખક જાવેદ અખ્તરે ખુલ્લેઆમ ટ્વિટ કરીને હીરાણીના સપોર્ટમાં હોવાનું દર્શાવતાં લખ્યું કે, હું ૧૯૬૫માં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવ્યો હતો. મને પૂછવામાં આવે કે છેલ્લા પાંચ દાયકામાં સૌથી સભ્ય કઈ વ્યક્તિને તમે મળ્યા છો તો કદાચ સૌથી પહેલું નામ રાજકુમાર હીરાણીનું નીકળશે. જ્યોર્જ બર્નાર્ડ શોએ કહ્યું છે કે સૌથી સારા હોવું પણ ખૂબ જ ખતરનાક છે. રાજકુમારનું સારાપણું જ તેમના માટે ભય પેદા કરી રહ્યું છે.


comments powered by Disqus