બોલિવૂડ અભિનેત્રી સારાઅલી ખાન અને તેની માતા અમૃતા સિંહ વીસમીએ એક વિવાદિત પ્રોપર્ટી પર પોતાનો દાવો કરવા દહેરાદૂન સ્થિત એક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અમૃતા સિંહના દહેરાદૂન સ્થિત મામા મધુસૂદન બિમ્બેટનું ૧૯મીએ નિધન થયું હતું. અમૃતા અને સારાઅલી તેમના અંતિમ સંસ્કાર માટે દેહરાદૂન પણ ગયા હતા અને તેમની સંપત્તિના મામલે પોલીસને મળ્યા હતા. પોલીસને અપીલ કરી હતી કે તેમના પરિવારના લોકો સિવાય આ સંપત્તિમાં બીજા કોઈને પ્રવેશ ન કરવા દેવામાં આવે અને પોલીસ તેમની સંપત્તિની રક્ષા કરે.

