• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે રવિવાર તા.૨૭.૦૧.૧૯ સાંજે ૫.૩૦થી ૭.૧૫ દરમિયાન ‘માતા કી ચૌકી’નું આયોજન કરાયું છે. સંસ્થા ખાતે દર શનિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૩૦ હિંદી, ગુજરાતી, સંસ્કૃત અને હિંદુધર્મ ક્લાસીસ યોજાય છે. સંપર્ક. 020 8553 5471
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૨૭.૦૧.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર જીજ્ઞાસુ સત્સંગ મંડળના ભાઈબહેનો છે. સંપર્ક. 020 8459 5758
• વૈષ્ણવ સંઘ ઓફ યુકે દ્વારા વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહોદય (કડી-અમદાવાદ)ના મુખે શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય ૧૨ ‘ભક્તિ યોગ’નું તા.૦૪.૦૨.૧૯ને સોમવારે બપોરે ૩થી સાંજે ૭ દરમિયાન ટીલ્ડા હોલ, શ્રી રામ મંદિર, ૧, હિલયાર્ડ રોડ, લેસ્ટર LE4 5GG ખાતે આયોજન કરાયું છે. મનોરથ બાદ આરતી થશે. ત્યારપછી મહાપ્રસાદની વ્યવસ્થા છે. તે જ દિવસે બપોરે ૧૨ વાગે રાજભોગમાં ‘નંદ મહોત્સવ’નું વ્રજધામ હવેલી, ૫૮, લફબરો રોડ, લેસ્ટર LE4 5LD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. દલપતભાઈ કોટેચા 07957 170 797
