‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ને હવે પાકિસ્તાનમાં પણ રિલીઝ કરવાની મંજૂરી મેળવી લેવાઈ છે. ૧૧મી જાન્યુઆરીએ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં પાકિસ્તાનની કેટલીક નાજુક વાત કરવામાં આવી હતી જેથી ફિલ્મને પાકિસ્તાનમાં રિલીઝ ન કરી શકાઈ, પણ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ને પણ ત્યાં રિલીઝ કરવામાં નહોતી આવી. આ ફિલ્મને નિર્માતાએ પાકિસ્તાનના સેન્સર ર્બોડને ફિલ્મ સર્ટિફિકેટ માટે આપી હતી. જોકે હવે ફિલ્મમાં તેમને કોઈ વાંધો ન દેખાતાં ફિલ્મને પાકિસ્તાનમાં રિલીઝ કરવા માટે પરવાનગી આપી દીધી છે. અનુપમ ખેર દ્વારા અભિનીત આ ફિલ્મ ભારતમાં લોકોને ખૂબ પસંદ પડી રહી છે.
પાકિસ્તાનમાં આ ફિલ્મ રિલીઝ થતાં જ લોકો પણ ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહને નજીકથી જાણી શકશે. ભારતમાં વડા પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ પર આ ફિલ્મ દ્વારા પ્રકાશ પાડવામાં આવ્યો છે. ભારતમાં આ ફિલ્મને લઈને ખાસ્સો વિવાદ નિર્માણ થયો હતો અને રાજકારણ પણ ગરમાયું હતું. આ ફિલ્મને તામિલ અને તેલુગુમાં પણ રિલીઝ કરવામાં આવી છે.

