હે પ્રગટાવો પ્રગટાવો દીવલડા પ્રગટાવો
તમે લેજો દિવાળીનો લ્હાવો દીવલડા પ્રગટાવો
હૈયાના હારે ભક્તિ રંગોળી
વાણીથી દેહને દીપાવો..દીવલડા પ્રગટાવો
દિલ દીપકમાં સત્સંગ તેલથી
ઝગમગતી જ્યોત જલાવો..દીવલડા પ્રગટાવો
સત્ય નીતિના બાંધી તોરણિયા
કાયાનો મંડપ રચાવો..દીવલડા પ્રગટાવો
પાપના ફટાકડા ફટાફટ ફોડજો
દ્વેષ તણો દારૂ સળગાવો..દીવલડા પ્રગટાવો
નૂતનવર્ષના નવા પ્રભાતે
સ્નેહ તણા નીર છંટાવો ..દીવલડા પ્રગટાવો
રામભક્ત આસન હૈયાનું પાથરી
પુનિત પ્રભુ પધરાવો ..દીવલડા પ્રગટાવો
