• KPMGએ કર્મચારીઓેને આપેલા મોબાઈલ ફોન પાછા માગ્યા
કેપીંએમજીએ તેના ત્રિમાસિક પરિણામો પૂર્વે ખર્ચમાં બચતના અભિયાનના ભાગરૂપે યુકેના સેંકડો કર્મચારીઓને કામકાજ માટે આપેલા મોબાઈલ ફોન જમા કરાવી દેવા જણાવ્યું હતું. કંપનીએ આંતરિક સૂચનામાં તેના નાણાંકીય વર્ષના પ્રથમ મહિના ઓક્ટોબરમાં આ ફોન પરત લેવાનું શરૂ કર્યું હતું. આ પગલાંની ગ્રાહકો સાથે સીધું કામકાજ ન હોય તેવા અને એડમિનિસ્ટ્રેટિવ જોબ્સમાં જુનિયર સ્ટાફને સૌથી વધુ અસર થશે.
• વિઝા વગરનો શોષિત કર્મચારી ક્લેઈમ કરી શકે
પોતાની લિવ ટુ રિમેઈનની મુદત પૂરી થઈ ગઈ હોવાનું ન જાણતી અને એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતી મહિલા કર્મચારીએ કરેલા કોન્ટ્રાક્ટ હેઠળ અને તેના દ્વારા ઉભા થતા ક્લેઈમને કોર્ટ ઓફ અપીલે માન્ય રાખ્યો હતો. મહિલાએ તેને ગેરવાજબી રીતે જોબમાંથી હકાલપટ્ટી અને વેતન કાપ સહિતનો ક્લેઈમ કર્યો હતો.
• બ્રિટનમાં જાતીય સમસ્યાની દવાની નિકાસ પર પ્રતિબંધ
બ્રિટનમાં પુરુષોની શિશ્રોત્થાનને લગતી બીમારીની સારવાર માટેની દવા કેવરજેક્ટની નિકાસ કરવા પર પ્રતિબંધ મૂકાયો હતો. જે પુરુષોને વિયાગ્રા અસર કરતી નથી તેઓ એલ્પ્રોસ્ટેડિલ માટેની આ બ્રાન્ડની દવા લે છે. દેશમાં આ દવાની અછત ન સર્જાય તે માટે સામે દવાના હોલસેલરો પર નિકાસ અંગે આ પગલું લેવાયું હતું.
• ગેરકાયદે સ્કૂલ ચાલુ રાખવાનો મહિલાનો નિર્ધાર
અનરજિસ્ટર્ડ ઈસ્લામિક સ્કૂલ ચાલુ રાખવા બદલ કાયદેસરની કાર્યવાહી થયા પછી પણ નાદિયા અલી નામની મહિલાએ પોતાની સ્કૂલ ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સાઉથ લંડનના સ્ટ્રેધામમાં ગેરકાયદેસર રીતે એમ્બેસેડર્સ હાઈ સ્કૂલ ચલાવવા બદલ તેને દંડ અને ૧૨૦ કલાકની કોમ્યુનિટી સર્વિસની સજા થઈ હતી.ગેરકરાયદે ચાલતી સ્કૂલ સામે સફળ કાર્યવાહીના માત્ર બીજા કિસ્સામાં ઓફસ્ટેડના ઈન્સ્પેકટર્સને જણાયું હતું કે નાદિયા અને તેના પિતા અરશદે અગમચેતીના પગલાંની ઈરાદાપૂર્વક અવગણના કરી હતી.
• પ્રેયર એપ દ્વારા થતી પ્રાર્થનામાં વધારો
એપના ઉપયોગ દ્વારા દરરોજ પ્રાર્થના કરતાં લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ દ્વારા જણાવાયું હતું લગભગ ૫૦૦,૦૦૦ લોકોએ તેના એપ્લીકેશન્સ ડાઉનલોડ કર્યા બાદ ગયા વર્ષે તેનો ૫ મિલિયન વખત ઉપયોગ કર્યો હતો. જોકે, એંગ્લિકન ચર્ચમાં સન્ડે સર્વિસમાં હાજરી આપતાં લોકોની સંખ્યા ૨૦૧૭માં ૭૨૨,૦૦૦ હતી તે ઘટીને ગયા વર્ષે ૭૦૩,૦૦૦ થઈ હતી.
• માર્ક આપવામાં ભૂલ બદલ એક્ઝામ બોર્ડને દંડ
માર્ક આપવામાં ભૂલને લીધે AQA એક્ઝામ બોર્ડને ૩૫૦,૦૦૦ પાઉન્ડનો દંડ અને સ્કૂલોને વળતર તરીકે ૭૩૫,૦૦૦ પાઉન્ડ ચૂકવી આપવા આદેશ કરાયો હતો. GCSE અને GCEની કેટલીક પરીક્ષામાં એક જ વ્યક્તિએ માર્ક્સ આપ્યા હતા અને પાછળથી તે પેપરનું રિવ્યુ કર્યું હોવાનું બહાર આવ્યા બાદ એક્ઝામ વોચડોગ Ofqual દ્વારા આ પગલું લેવાયું હતું.
• આતંકી ડ્રાઈવરને આજીવન કેદની સજા
પાર્લામેન્ટ બહાર શક્ય તેટલાં વધુ લોકોની હત્યાના પ્રયાસમાં સાઈકલિસ્ટ્સ અને પોલીસ ઓફિસરો પર વાહન ચડાવી દેનારા બર્મિંગહામના ૩૦ વર્ષીય ડ્રાઈવર સલીહ ખાતેરને હત્યાના પ્રયાસ બદલ આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી. ઓલ્ડ બેલી કોર્ટના મિસિસ જસ્ટિસ મેકગોવનને જણાયું હતું કે ખાતેરે ગયા વર્ષે ‘પૂર્વયોજીત’ હુમલામાં ઈરાદાપૂર્વક અન્ય આતંકવાદીઓની નકલ કરી હતી.
• યુવા ગુનેગારોના સેલમાં જતા પહેલા ‘નોક’ કરવું પડશે
યુવાનોની કસ્ટડીને બાળકોની જરૂરિયાતોને અનુરૂપ બનાવવાના પ્રયાસમાં હવે ઓફિસરોએ તેમના સેલમાં પ્રવેશ કરતા પહેલા નોક કરવું પડશે. યુવા કેદીઓ ઠીક છે કે નહીં તેની ચકાસણી કરવા સેલની વ્યૂઈંગ પેનલ ખોલતી વખતે પણ સ્ટાફે નોક કરવું પડશે. ઓફિસરોએ વાતચીત વખતે ભાષા પર ધ્યાન રાખવું પડશે અને ‘લોક્ડ અપ’ જેવા જેલની બોલચાલના શબ્દોનો ઉપયોગ ટાળવો પડશે.
