હેલ્થ ટિપ્સઃ અનેક તકલીફોનો એક ઉપાયઃ જાયફળ

હેલ્થ ટિપ્સ

Saturday 27th April 2019 06:36 EDT
 
 

મોટાભાગના લોકો રસોઈ બનાવતી વખતે ગળી વાનગીમાં જાયફળનો ઉપયોગ કરતા હોય છે. રસોઈમાં જાયફળ હોવાથી પાચન સારી રીતે થાય છે, તે ઉપરાંત જાયફળ અનેક નાનીમોટી બીમારીમાં રાહત આપે છે.
• જાયફળના ભુક્કાને પાણીમાં ઓગાળીને નાકના ફોયણા પર તેનો લેપ લગાવો, બંધ નાક ખુલી જશે. સાથે માથામાં થતાં દુઃખાવામાં પણ રાહત મળશે.
• જો ગર્ભવતી સ્ત્રીને સતત બેચેની થતી હોય ત્યારે જાયફળને પાણીમાં ઘસીને પીવડાવવામાં આવે તો તેનાથી તેને બેચેનીમાં રાહત રહેશે.
• એક ગ્રામ જાયફળને ક્રશ કરી તેને પાણી સાથે ફાકવાથી હૃદયની શક્તિ વધે છે. ગભરામણ દૂર થાય છે.
• જો અનિદ્રાની સમસ્યા હોય તો જાયફળને પાણીમાં કે ઘીમાં ક્રશ કરીને પાંપણ પર લગાવવાથી ઊંઘ ઝડપથી આવશે.
• જાયફળને પાણીમાં ઘસીને દિવસમાં ત્રણ વાર પીવાથી કબજિયાત દૂર થશે.
• જાયફળ અને સૂંઠના પાવડરને ફાકવાથી પેટમાં થયેલો ગેસ દૂર થશે.
• બહુ જ તરસ લાગતી હોય, ઊંઘ ન આવે તો જાયફળના ટુકડાને મોંમા રાખીને ચૂસો.
• જાયફળને પાણીમાં ઘસીને તલના તેલમાં મિક્સ કરો, ત્યારબાદ તેને ગરમ કરો. ઠંડુ થાય ત્યારબાદ કમરમાં દુઃખાવો થતો હોય તે જગ્યાએ માલિશ કરો, રાહત થશે.


comments powered by Disqus