નોસ્ત્રા ડેમ કેથેડ્રલ માટે BAPSસ્વામીનારાયણ સંસ્થાના સ્વામીઓ દ્વારા પ્રાર્થના

Wednesday 24th April 2019 06:15 EDT
 
 

BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડનના સંતોએ પેરીસના નોસ્ત્રા ડેમ કેથેડ્રલમાં ભીષણ આગની ઘટના બાદ પ્રાર્થના કરી હતી.

આ ઘટના સમયે નીસડન ટેમ્પલના વડા યોગીવિવેક સ્વામી અને અન્ય સ્વામીઓ પેરીસમાં હતા. તેમણે ૧૬ એપ્રિલે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને આગ બુઝાવવાની કામગીરીમાં સંકળાયેલી તમામ વ્યક્તિઓ માટે તેમજ નાગરિકો, પ્રવાસીઓ અને શુભેચ્છકોની સલામતી માટે પ્રાર્થના કરી હતી.

કેથેડ્રલ દુનિયાભરમાંથી આવતા હજારો લોકોને આકર્ષી શકે અને પ્રેરણા પૂરી પાડી શકે તે માટે તેનું સમારકામ સંપૂર્ણપણે અને સમયસર પૂર્ણ થાય તેવી પ્રાર્થના પણ તેમણે કરી હતી. BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડનનો સમુદાય આ વિકટ સમયે ફ્રાન્સની પડખે ઉભો છે.


comments powered by Disqus