વોકિંગથી તન અને મન બંનેને લાભ

Wednesday 24th April 2019 06:35 EDT
 
 

સામાન્ય ઝડપે ટહેલવાનું હોય કે ઝડપથી ચાલવાનું હોય તેના ફાયદા ઘણા છે. તેનાથી વ્યક્તિના મગજ અને શરીર બંનેને ફાયદો થાય છે. વિવિધ શોધ-સંશોધનો આ અંગે શું કહે છે તે જાણીએઃ મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે વોકિંગ તમામ કસરતોમાં શ્રેષ્ઠ છે. સ્કૂલના દિવસોથી તેમને ચાલવાની આદત હતી. લંડનમાં પૈસા બચાવવા ચાલતા જતા હતા. બાદમાં તેમણે કહ્યું કે આદતથી મને ઈંગ્લેન્ડમાં અને આખા જીવનમાં સારું સ્વાસ્થ્ય મળ્યું.
બેચેનીઃ અમેરિકાની સેન્ટ ઝેવિયર્સ યુનિવર્સિટીમાં સાઈકોલોજીના પ્રોફેસર જેક મિલરની શોધ અનુસાર વોકિંગથી નિરાશાજનક વિચારો ઘટી જાય છે. નાનકડા વોકથી પણ સાઈકોલોજિકલ ફાયદો થાય છે. કામમાં મન ચોંટતું ન હોય તો થોડુંક ચાલવું જોઈએ. તેનાથી મુશ્કેલ કામ પણ સરળ લાગે છે.
હાઈપર ટેન્શનઃ વૃદ્ધોમાં કોરોનરી હાર્ટ ડિસિઝનું જોખમ અડધું થઈ જાય છે. કોશિકાઓ ડેમેજ થવાનું પણ ઘટી જાય છે. પેટ અને જાંઘની ચરબી ઘટે છે. અમેરિકન કોલેજ ઓફ સ્પોર્ટ્સ મેડિસિનના જણાવ્યા અનુસાર ૪૦ મિનિટ રોજ વોકિંગથી હાઈપર ટેન્શનવાળા લોકોમાં બ્લડપ્રેશર અંકુશમાં રહે છે.
ક્રિએટિવિટીઃ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની એક શોધ અનુસાર વોકથી ક્રિએટિવ થિકિંગ વધે છે. વોક કરનારાઓમાં બેસી રહેનારાઓની તુલનાએ ક્રિએટિવ પ્રોબ્લેમ ઉકેલવાની ક્ષમતા ૬૦ ટકા સુધી વધે છે.
વજન ઘટાડવાઃ ૧૫૦ મિનિટ વોકથી ૧૬૫ પાઉન્ડના એડલ્ટમાં ૫૬૦ કેલરી બર્ન થાય છે. બોડીવેઇટ, બીએમઆઈ ઘટે છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ઓબેસિટી એન્ડ રિલેટેડ મેટાબોલિક ડિઓર્ડર અનુસાર ઝડપી વોકિંગ જીમ જવા કરતા વધુ લાભદાયી છે.
હૃદયની બીમારીઃ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન અનુસાર જે લોકો ૩૦ મિનિટ રોજ ઝડપી વોક કરે છે અથવા ફિઝિકલ એક્ટિવિટી કરે છે તેમને કાર્ડિયોવાસ્ક્યુલર બીમારીનું જોખમ અન્યોની તુલનાએ ૩૦ ટકા જેટલું ઘટે છે.
સુગર લેવલઃ ડાયાબિટીસ કેરના જણાવ્યા અનુસાર ભોજનના અડધો કલાક પછી ૧૫ મિનિટ ઝડપથી ચાલવાથી બ્લડસુગર ઘટે છે અને ડાયાબિટીસ અંકુશમાં રહે છે.
યાદશક્તિઃ પીટ્સબર્ગ યુનિવર્સિટીની શોધ અનુસાર અઠવાડિયામાં ૩ દિવસ ૩૦થી ૪૫ મિનિટ વોકિંગ કરનારા ૬૦થી ૮૦ વર્ષની વયના લોકોના મગજ પર સારી અસર પડે છે. તેની યાદશક્તિ અને પ્લાનિકની ક્ષમતા વધે છે. વોકિંગથી મગજમાં યાદ રાખવાના હિસ્સામાં સક્રિયતા વધે છે.
મૃત્યુનું જોખમઃ અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજીની એક શોધ અનુસાર દર કલાકે બે મિનિટ ચાલવાથી આકસ્મિક મોતનું જોખમ ૩૩ ટકા સુધી ઘટે છે.


comments powered by Disqus