• ફર્ટિલિટી ડોક્ટર જ ૪૯ સંતાનોનો પિતા નીકળ્યો !
મહિલા દર્દીઓની સંમતિ વિના પોતાના શુક્રાણુ તેમના ગર્ભાશયમાં દાખલ કરવાનો જે ડચ ફર્ટિલિટી ડોક્ટર પર આરોપ મૂકાયો હતો તે ૪૯ બાળકોનો પિતા હોવાનું જણાયું હતું. જેન કર્બાટ મહિલાઓને આ શુક્રાણુ અજાણ્યા ડોનરે ડોનેટ કર્યા હોવાનું કહીને પોતાના શુક્રાણુનો ઉપયોગ કરતો હતો. ૨૦૧૭માં ૮૭ વર્ષની વયે મૃત્યુ પામેલા આ ડોક્ટરના ડીએનએ ટેસ્ટમાં આ હકીકત બહાર આવી હતી.
• આપના ઘરનો ઈતિહાસ વધુ કિંમત અપાવી શકે
મકાન વેચનારા મકાનમાલિકો ખરીદનારને લલચાવવા માટે બ્રેડ બ્રેક કરતા હોય છે. કોફી બનાવે છે, ફૂલદાનીમાં ફૂલો સજાવે છે અને ગાર્ડનમાં લોન કાપતા હોય છે. હવે મકાનમાલિકો તેમના મકાનની વધુ કિંમત મેળવવા માટે અગાઉ તેમના મકાનમાં કયા લોકો રહેતા હતા, સમયાંતરે મકાનનું સ્થાપત્ય અને હેતુ કેવી રીતે બદલાયા તે ખરીદનારને સમજાવવા માટે ઈતિહાસકારોને કામે રાખે છે.
• છ વર્ષ પછી વીમા કંપની બદલવી જરૂરી
છ વર્ષ કે તેથી વધુ સમય સુધી એક જ વીમા કંપનીનો વીમો રાખનાર ગ્રાહકને લીધે અન્ય ગ્રાહકોને લાભ થતો હોવાનું સિટીઝન્સ એડવાઈસને જણાયું હતું. કેટલીક વીમા કંપનીઓને છ અથવા વધુ વર્ષ સુધી પોલીસી ધરાવનાર ગ્રાહકો દ્વારા જ તેમનો ૧૦૦ ટકા નફો મળે છે. ગ્રાહકો કથિત ‘લોયલ્ટી પ્રિમિયમ’માં ફસાઈ જાય છે. ગ્રાહકો બીજી કંપનીમાં વીમો ન ઉતરાવે ત્યાં સુધી તેમની પોલીસીની રકમમાં દર વર્ષે ફુગાવાના દર કરતાં પણ વધુ રકમનો વધારો થાય છે. તેઓ સરેરાશ દર વર્ષે ૩૨૫ પાઉન્ડ અથવા તેટલી જ રકમના પોલીસી કવર માટે નવા ગ્રાહક ચૂકવે તેટલી એટલે કે તેનાથી બમણી રકમ ચૂકવે છે. છ વર્ષ પછી નવા ગ્રાહક દ્વારા ૧,૦૩૨ પાઉન્ડની સામે તેઓ ૧,૫૯૬ પાઉન્ડ ચૂકવે છે.
• ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ નિયંત્રણમાં આવી શકે
ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ થોડા અંશે માનસિક છે અને દવાઓને બદલે મેન્ટલ ટ્રેનિંગના પગલાંથી તેને કાબૂમાં લાવી શકાય તેમ નવા ટ્રાયલમાં જણાયું હતું. તેના લક્ષણો પર ટેલિફોન અને વેબ આધારિત જ્ઞાન સંબંધિત બિહેવિયરલ થેરાપી સુદ્ધાંની અસર થતી હોવાનું સંશોધનમાં જણાયા પછી આ સિન્ડ્રોમના હજારો અસરગ્રસ્ત માટે વધુ અસરકારક સારવાર ટૂંક સમયમાં ઉપલબ્ધ થઈ શકે તેવું લાગે છે. વર્ષોથી થેરાપિસ્ટ દ્વારા દર્દીને રૂબરૂમાં સીબીટી અપાય છે.
