૩૬ વર્ષ પહેલાં રિલીઝ થયેલી અમિતાભ બચ્ચન, હેમા માલિની, સચિન, રણજિતા, અમજદ ખાન સહિતની તોતિંગ સ્ટારકાસ્ટની ફિલ્મ ‘સત્તે પે સત્તા’ની રિમેક બનાવવાની વાત ચાલે છે. કોરિયોગ્રાફર અને ડિરેકટર ફરાહ ખાન ફિલ્મની દિગ્દર્શિકા હોવાનું જાણવા મળ્યું છે. આ ફિલ્મમાં હાલમાં અમિતાભ બચ્ચનના રોલ માટે અક્ષયકુમાર ફાઇનલ થયો હોવાની વાતો છે. ‘સત્તે પે સત્તા’નું નિર્માણ રોહિત શેટ્ટી કરશે. અક્ષયકુમાર રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’માં પણ છે.

