અનુષ્કા શર્મા પણ વેબ સિરીઝ ભણી

Wednesday 24th July 2019 06:55 EDT
 
 

પ્રિયંકા ચોપરા પછી હવે અનુષ્કા શર્મા પણ વેબ સિરીઝના એક પ્રોજેક્ટ સાથે સંકળાઈ છે. અનુષ્કાએ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લૈલા મજનુ’ના કલાકારો અવિનાશ તિવારી અને તૃપ્તિ ઢીમરી સાથે ‘બુલબુલ’ નામનો શો ફાઈનલ ર્ક્યો છે. આ ઉપરાંત તેણે કલાકાર નીરજ કાબી, ગુલ પનાગ અને જયદીપ અહલાવત સાથે ‘જમુના પાર’ શો સાઈન ર્ક્યો છે. નોંધનીય છે કે ૨૦૧૮માં અનુષ્કા ‘પરી’, ‘સુઈ ધાગા’ અને ‘ઝીરો’ ફિલ્મમાં જોવા મળી હતી. ચર્ચા છે કે તે હવે સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં જોવા મળી શકે છે.


comments powered by Disqus