કપિલ શર્માના ઘરમાં આગ લાગી

Wednesday 24th July 2019 06:54 EDT
 
 

જાણીતા કોમેડિયન કપિલ શર્માના મુંબઇ સ્થિત ઘરમાં ૧૯મીએ આગ લાગી હતી. ઓશિવારા વિસ્તારમાં આવેલી સાત માળની આ ઇમારતના ચોથા માળે કપિલ શર્માનો ફ્લેટ છે. જોકે ઘરમાં કોઈ ન હોવાથી જાનહાનિ થઈ નથી. મીડિયા અહેવાલ અનુસાર, આગ કિચનમાં લાગી હતી. ફાયર વિભાગે અડધા કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ આગનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.


comments powered by Disqus