ટિકટોક મામલે અભિનેતા એજાઝ ખાનની ધરપકડ

Wednesday 24th July 2019 06:53 EDT
 
 

ટીકટોક એપ મામલે અભિનેતા એજાઝ ખાનની તાજેતરમાં  ધરપકડ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર હિંદુ અને મુસ્લિમ સમાજમાં વિવાદ ઊભો થાય એવો એક વિવાદાસ્પદ વીડિયો પોસ્ટ કર્યા બાદ અભિનેતાની અટક કરવામાં આવી હતી. મુંબઈ પોલીસના સાયબર સેલે આ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. મુંબઈમાં પાંચ યુવાનોએ ટીકટોક પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વિવાદગ્રસ્ત વીડિયોને અપલોડ કર્યો બાદ આ યુવાનો સામે ગુનો દાખલ કરાયો છે. ઝારખંડની તબરેઝ અનસારી હત્યાનો આ વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે. આ મામલે મુંબઈ પોલીસે ગંભીર નોંધ લીધી છે. એજાઝ નામના એક વ્યક્તિએ સમર્થન કરી ટીકટોક પર આ વીડિયો ફરી પોસ્ટ કર્યો હતો. આ એજાઝ ખાન એકટર હોવાનું મુંબઈ પોલીસ દ્વારા જાણવા મળ્યું છે.


comments powered by Disqus