ત્રણ ભાગમાં બનશે ‘રામાયણ’ની ફિલ્મ સિરીઝ

Wednesday 24th July 2019 06:52 EDT
 
 

પૌરાણિક કથા ‘રામાયણ’ને મોટા પડદે લાવવાની યોજના થઇ રહી છે. આ ફિલ્મને ત્રણ ભાગમાં બનાવામાં આવશે. જેનું દિગ્દર્શન નીતિશ તિવારી અને રવિ ઉદ્વેવર કરશે. આ ફિલ્મના નિર્માતા અલ્લુ અરવિંદ, મધુ મંટેના અને નમિત મલ્હોત્રાનું હશે. નિર્માતાઓએ આ ફિલ્મની ઘોષણા કરી દીધી છે. આમાં ખાસ વાત એ હશે કે આ ફિલ્મ ૩ડી ફિલ્મ હશે જેને હિંદી, તમિલ અને તેલુગુ ભાષામાં રીલિઝ કરવામાં આવશે. નિર્માતા આ ફિલ્મને ગ્લોબલ ઓડિયન્સને ધ્યાનમાં રાખીને બનાવશે. ફિલ્મનો પહેલો ભાગ ૨૦૨૧માં રીલિઝ કરવામાં આવશે. હાલ આ ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે કોઇ માહિતી બહાર પાડવામાં આવી નથી, પરંતુ રિપોર્ટસની માનીએ તો, ‘રામાયણ’માં ફક્ત બોલિવૂડ જ નહીં, પરંતુ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ સ્ટાર પણ લેવામાં આવશે.
‘રામાયણ’ જેવા મહાકાવ્યને મોટા પડદા પર ઉતારવું એ સરળ નથી. આ ફિલ્મનું બજેટ રૂ. ૫૦૦ કરોડ સુધી રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં વીએફએક્સનો વધુ ઉપયોગ થવાનો છે. આ એક મેગા પ્રોજેક્ટ છે. જેની સાથે ઘણા માંધાતાઓના નામ જોડાશે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા આમિર ખાન પણ ‘મહાભારત’ બનાવાની વાતો વેતરણમાં હતો. આમિર પાંચ ભાગમાં આ ફિલ્મ બનાવાવા માગતો હતો. જેના માટે દસ વરસનો સમય નક્કી કરી રહ્યો હતો.


comments powered by Disqus