મુંબઇની ડિંડોશી સેશન્સ કોર્ટે અભિનેતા આદિત્ય પંચોલીને ૩જી ઓગષ્ટ સુધીના સમય માટે વચગાળાની રાહત આપી છે. આદિત્ય પંચોલી પર જૂન ૨૦૧૯માં અભિનેત્રી સાથે દુષ્કર્મ કરવાના મામલામાં વર્સોવા પોલીસે એફઆઇઆર નોંધી હતી. પોલીસ કમિશનર પરમજીત દહિયાએ જણાવ્યું હતું કે, આદિત્ય પંચોલી વિરુદ્ધ સાત ધારાઓના આધાર પર કેસ નોંધવામાં આવ્યો છે. આદિત્ય વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઇપીસી)ની ધારા ૩૭૬ (દુષ્કર્મ), ૩૨૮ (ઝેરીલા પદાર્થથી નુકસાન પહોંચાડવું), ધારા ૩૮૪ (જબરજસ્તી) ધારા ૩૪૧ (ક્રૂરતા), ધારા ૩૪૨ (બંધક બનાવવા) ધારા ૩૨૩ (ઇજા પહોંચાડવા) અને ધારા ૫૦૬ (ધમકી આપવા માટે)ની જોગવાઇઓ અન્વયે કેસ નોંધવામાં આવ્યાં છે. અભિનેત્રીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે આદિત્ય પંચોલીએ તેની સાથે ઘણી વખત દુષ્કર્મ કર્યું હતું. આદિત્યએ મારું ૧૭ વર્ષે વયે યૌનશોષણ પણ કર્યું હતું.

