સંસ્થા સમાચાર

Wednesday 24th July 2019 06:24 EDT
 

પીજ યુનિયન (યુકે) દ્વારા તા.૨૮.૦૭.૨૦૧૯ને રવિવારે બપોરે ૨થી રાત્રે ૮ દરમિયાન પીજ યુનિયન બાર્બેક્યુનું ચીઝલહર્સ્ટ સ્પોર્ટ્સ એન્ડ કન્ટ્રી ક્લબ, એલ્મસ્ટેડ લેન, કેન્ટ BR7 5EL સંપર્ક. 01689 821 922

વડતાલ ધામ શ્રી સ્વામીનારાયણ હિંદુ ટેમ્પલ દ્વારા વચનામૃત દ્વિશતાબ્દિ મહોત્સવ અંતર્ગત પૂ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીની વાણીમાં ‘શ્રીમદ સત્સંગિજીવન કથા પારાયણ’નું શનિવાર તા.૩.૮.૧૯થી શુક્રવાર તા.૯.૮.૧૯ સાંજે ૫થી ૯ દરમિયાન શ્રી સ્વામીનારાયણ હિંદુ ટેમ્પલ, બ્રાઈડલ રોડ, પીનર, લંડન HA5 2SH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 3972 2274

શ્રીનાથધામ નેશનલ હવેલી એન્ડ કોમ્યુનિટી સેન્ટર, યુકે તથા વૈષ્ણવ સંઘ ઓફ યુકે દ્વારા હિંડોળા મનોરથનું તા.૪.૮.૨૦૧૯ને રવિવારે બપોરે ૩થી સાંજે ૭ દરમિયાન જેએફએસ સ્કૂલ, ધ મોલ, કેન્ટન, હેરો, HA3 9TE ખાતે આયોજન કરાયું છે. આ પ્રસંગે શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી (કડી-અમદાવાદ) રાસ લીલા દર્શન વિશે પ્રવચન આપશે. મનોરથ બાદ આરતી અને મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. સુભાષભાઈ લાખાણી 07748 324 092

સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે દ્વારા ‘સરદાર વોક’નું તા.૦૪.૦૮.૨૦૧૯ને રવિવારે સવારે ૧૧ વાગે સરદારશ્રીના લંડનસ્થિત નિવાસસ્થાન ૨૩, એલ્ડ્રીજ રોડ વિલા, લાડબ્રુક ગ્રોવ, લંડન W11 1BS ખાતેથી આયોજન કરાયું છે. તા.૨.૮.૨૦૧૯ પહેલા રજિસ્ટ્રેશન કરાવો. સંપર્ક. શરદ પરીખ 07734 915 211, સુલોચના સેઠી 07956 811 078

હિંદુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા વાર્ષિક 5 A Side ફૂટબોલ ટુર્નામેન્ટનું તા.૨૮.૦૭.૨૦૧૯ને રવિવારે સવારે ૧૧થી બપોરે ૩ દરમિયાન આલ્પર્ટન ગોલ્સ સોકર સેન્ટર, આલ્પર્ટન લેન, વેમ્બલી HA0 1JH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. અશ્વિન ગલોરિયા 07914 000 675

અનૂપમ મિશન દ્વારા ગુરુહરિ સંત ભગવંત સાહેબજીની વિશેષ ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમાની ઉજવણીનું તા.૦૪.૦૮.૨૦૧૯ને રવિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૧ દરમિયાન અનૂપમ મિશન, ધ લી, વેસ્ટર્ન એવન્યુ, ડેનહામ, અક્સબ્રીજ, UB9 4NAખાતે આયોજન કરાયું છે. કાર્યક્રમના અંતે મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 01895 832 709

મા કૃપા ફાઉન્ડેશન યુકે દ્વારા પૂ. કલ્પેશભાઈ જાનીની વાણીમાં શ્રીમદ ભાગવત કથાનું તા.૧.૮.૧૯થી તા.૭.૮.૧૯ બપોરે ૩.૩૦થી સાંજે ૬ દરમિયાન આલ્પર્ટન કોમ્યુનિટી સ્કૂલ, ઈલિંગ રોડ, વેમ્બલી મીડલસેક્સ HA0 4PW ખાતે આયોજન કરાયું છે. કથા બાદ પ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. જયંતીભાઈ ખગ્રામ 020 8907 0028

પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૨૮.૦૭.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાના મહાયજ્ઞનુંસોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર ધન્નાબેન પગરાણી (દુબઈ) છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310

VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE સંસ્થા ખાતે આયોજીત પૂ. શિવ જ્યોતિષાનંદ સ્વામીની કથાનો લાભ તા.૨૮.૦૭.૧૯ને રવિવાર સુધી દરરોજ સાંજે ૬.૩૦થી ૮ દરમિયાન લઈ શકાશે. સંસ્થામાં દર શનિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૩૦ હિંદી, ગુજરાતી, સંસ્કૃત અને હિંદુધર્મ ક્લાસીસ યોજાય છે.સંપર્ક. 020 8553 5471

પંકજ સોઢા પ્રસ્તુત - જાણીતા ગાયક બંકિમ પાઠક, સલીમ મલિક, દક્ષા ગોહિલ દ્વારા બોલિવુડના જૂના ગીતોનો કાર્યક્રમ ‘દિલને ફિર યાદ કિયા - રિવાઈવલ લાઈવ ઓન સ્ટેજ’ – તા.૨૬.૭.૧૯ પીપુલ એન્ટરપ્રાઈઝ, ઓર્ચાર્ડસન એવન્યુ, લેસ્ટર LE4 6DP સંપર્ક. વસંત 07860 280 655 - તા.૨૭.૭.૧૯ વિન્સ્ટન ચર્ચિલ થિયેટર, મેનોર ફાર્મ, પીન વે, રાઈસ્લિપ HA4 7QL સંપર્ક. વીડિયોરામા 020 8907 0116 – તા.૨૮.૭.૧૯ ઈલ્ફર્ડ ટાઉન હોલ, ૧૨૮-૧૪૨ હાઈ રોડ, IG1 1DD સંપર્ક. સુભાષ 07977 939 457

નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના ઓગસ્ટ -૨૦૧૯ના કાર્યક્રમો - તા.૧સાંજે ૬.૩૦ ભરતનાટ્યમ – તા.૨ સાંજે ૬.૩૦ કથક સમર્પણ સંપર્ક. 020 7491 3567

ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના ઓગસ્ટ – ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૨ બપોરે ૩થી રાત્રે ૧૦.૩૦ થ્રી ક્વાયર્સ ફેસ્ટીવલ – તા.૩ બપોરે ૪થી ૫.૩૦ ઓપન ડિસ્કશન – તા.૩ સાંજે ૬થી રાત્રે ૮ કથ્થક નૃત્ય સંપર્ક. 020 7381 3086


comments powered by Disqus