અમદાવાદ: કોલકાતામાં ૧૪મી ડિસેમ્બરના રોડ આયોજિત મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ જિઓ કિંગ એન્ડ ક્વિન ૨૦૧૯ સોંદર્ય પ્રતિયોગિતામાં અમદાવાદના વ્યવસાયે ડોક્ટર એવા ડો. અંબલી પટેલને મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બ્યુટી વિથ બ્રેઈનનો ખિતાબ એનાયત થયો હતો. આ એવોર્ડ મેળવી તેમણે શહેરનું ગૌરવ વધાર્યું છે. મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ જિયો કિંગ એન્ડ ક્વિન સ્પર્ધામાં બોલિવૂડ અભિનેતા અરબાઝ ખાન મુખ્ય જજ હતા. આ સ્પર્ધામાં ૩૨ પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાની સેમિફાઈનલ ઇવેન્ટ દુબઈમાં સંપન્ન થઈ હતી. ટેલેન્ટ રાઉન્ડમાં ડો. અંબલી પટેલે ભરતનાટ્યમ તથા બેલી ડાન્સનું સુંદર પરફોર્ન્સ રજૂ કર્યું હતું જેના આધારે તેને ફાઈનલ સ્પર્ધા માટે સિલેક્ટ કરવામાં આવ્યા હતા. ડો. અંબલી પટેલ, પતિ. ડો સુરેશ પટેલ અને પુત્ર કેરવ સાથે અમદાવાદમાં રહે છે. ડો. અંબલી પટેલ પોતે ડોક્ટર હોય અને ફેશન સ્ટાઈલ સુદરતા અને સમાજ સેવા કરવાનો અનોખો શોખ રાખે છે. તેમનું માનવું છે કે સકારાત્મક અભિગમ પરિશ્રમ દૃઢ નશ્ચય હોય તો જીવનમાં કશું પણ પામવું મુશ્કેલ નથી. સાથે સાથે તેઓ ઘર અને શિક્ષણને પણ એટલું જ મહત્ત્વ આપે છે.

