તરફડતો પસ્તાવો

- કાન્તાબેન અને પ્રભાકાન્ત પટેલ ઓકવુડ, લંડન Tuesday 24th December 2019 05:20 EST
 

‘Our Sweetest Songs are those that tell us saddest thoughts'. અંગ્રેજીમાં આ કહેવાયું છે કે જે ગમગીન અને હૃદયસ્પર્શી વિચારો રજૂ કરે છે તે કાવ્યો ઉત્તમ ગણાય. માત્ર કાવ્ય સિવાય કોઈપણ લખાણ જે વાસ્તવિક અને હૃદયસ્પર્શી હોય તે પણ અમારે મન ઉત્તમ જ છે. ગુજરાત સમાચારના તા.૨૧.૧૨.૧૯ના અંકમાં બેન નયનાબેન પટેલે લખેલી વાર્તા ‘તરફડતો પસ્તાવો’ અમને એટલી જ વાસ્તવિક અને હૃદયસ્પર્શી લાગી. કહેવું છે માત્ર થોડું, પણ એ વિચારની જે રીતે રજૂઆત કરી છે તે ખરેખર આપણને મંત્રમુગ્ધ કરી દે છે. માનવજીવન ભૂલોથી ભરેલું તો છે જ, પણ એ માટે સાચા દિલથી કરેલો પસ્તાવો ભૂલોને માફ કરી દે છે. વાર્તાના શિર્ષક ઉપરાંત બીજા શબ્દપ્રયોગો પણ સમયઅનુસાર, સમતોલપણે અને યોગ્ય રીતે મૂકાયા છે જે વાર્તાને અધિક ઉજાસ આપે છે. આ વાર્તા કવિ કલાપીના એક કાવ્યની યાદ અપાવે છે. ‘ હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પૂણ્યશાળી બને છે.


comments powered by Disqus